કોઇપણ સંબંધને સફળ અને જાળવી રાખવા માટે બંને સાથી વચ્ચે સમર્પણની ભાવના હોવી ખૂબ જ જરુરી છે. જો તમે એક બીજાની કાળજી નથી રાખતા તો તમારા સંબંધો નબળા થઇ ટૂટવાની અણીએ આવે છે. સંબંધોનાં શરુઆતમાં દિવસોમાં ઘણીવાર એવું બને છે કે પાર્ટનરનો સ્વભાવ નથી જાણી શકતા અને તેના સ્વાર્થીપણાને નજરઅંદાજ કરીએ છીએ પરંતુ આ નુકશાન થાય છે જો તમારો પાર્ટનર સ્વાર્થી હશે તે તેમાં આવા લક્ષણો જરુરથી દર્શાશે.
– તમારા પાર્ટનર તમારા માટે કંઇ વિશેષ નથી કરતો અથવા કોઇ સરપ્રાઇઝ નથી આપતો એનો મતલબ થાય કે તેને માત્ર તેની ખુશીથી જ મતલબ છે. આ ઉપરાંત જો કાંઇ લાવે છે અને સામે એવી અપેક્ષા રાખે કે તમે પણ કંઇક આપો…. તો સ્પષ્ટ છે કે તે સ્વાર્થી છે…
– જો તમારા મિત્રો સાથે ફરવાની વાતમાં આનાકાની કરે અને પોતાના મિત્રો સાથે હરેફરે તો સ્પષ્ટ દર્શાય છે કે તે તમારી ખુશી માટે નહિં પરંતુ પોતાની સુખ સુવિધા પર ચાલે છે.
– કોઇપણ એવો નિર્ણય જે બંનેને અસર કરતો હોય તેવો નિર્ણય તે જાતે જ લઇ લે તો સમજવું કે તે સેલ્ફીશ છે. અને તેને તમારી સલાહની કંઇ પડી નથી તેવો મતલબ પણ થાય છે.
– જો એ તમારા કામને નીચું ગણે છે અને પોતાના કામને સંપૂર્ણ મહત્વ આપે છે. તેમજ તમારા કામ અને પ્રોબ્લેમ્સ વિશે કંઇ નથી પૂછતો તો તેનો સેલ્ફીશ મિજાજ છે તેવું સમજવું ખોટુ નથી.
– જો કંઇ ઝઘડો થાય અને તમે જ તેને મનાવો તમારી ભૂલ હોય કે ના હોય તો તે સ્વાર્થી વ્યક્તિ છે જેને તમારા રીસાવાની પણ પર્વા નથી.
એટલે જો આ લક્ષણોમાંથી કોઇ લક્ષણ તમારા પાર્ટનરમાં દર્શાય તો સમયસર તમે એનાથી ચેતી જાવ.