કહેવાય છે ને કે શાહી કા લડ્ડુ ખાયે ભી પછતાયે ન ખાય ભી પછતાયે માટે ન ખાઇને પછતાય કરતા ખાઇને જ પછતાવુ સારુ ને ? માટે હું તો સલાહ આપીશ કે પરણી જ જવુ જોઇએ કારણ કે ન્યુરોલોજી, ન્યુરો સર્જરી અને સાઇકાઇટ્રી જનરલમાં પ્રકાશિત સ્ટડી મુજબ જીંદગીભર કુંવારા રહેનારા લોકોમાં ડિમેશિયાનો ભય ૪૨ ટકા સુધીનો વધી જાય છે. આ ઉપરાંત જે લોકોના પાર્ટનરના મૃત્યુ થઇ ચુક્યા હોય અને જો તેઓ એકલા રહેતા હોય તો સામાન્ય લોકોની સરખામણીઓ આ સામાન્યઆ બિમારીનો ભય ૨૦ ટકા વધારે હોય છે. જો કે મેરીડ લોકોમાં ડિમોશિયાનો ભય ઓછો રહે છે.
ડિમેશિયામાં વ્યક્તિને યાદ શક્તિને લગતી તકલીફો થાય છે. જેમાં તે ગજનીમાં આમીર ખાનની જેમ શોર્ટ ટર્મ મેમરી લોસની બિમારીથી પિડાય છે. આ ઉપરાંત તેઓ શબ્દોના ઉચ્ચારણમાં પણ ફાફા મારે છે. તેમજ તેને ગમતી પ્રવૃતિઓમાં જ રસ ગુમાવી બેસે છે. ક્ધફ્યુસ થઇ જાય અને સામાન્ય કાનો પણ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી, માટે હું તો કહુ કે પરણી જવુ સારુ હૈ ને !!!