હાલ ગુજરાતમાં મેઘરાજા મેહેરબાન.અનેક સ્થળોમાં માં મેઘરાજા મન મુકીને વરસ્યો છે.હાલ ગુજરાતમાં આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે દરિયાઇ કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે. 40-50 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગ ની આગાહીને લઈને સુરત પોલીસ દ્વારા જાહેના બહાર પાડવામાં આવેલું છે. ડુમ્મસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો. . 40-50 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની આગાહી લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.પોલીસ જ્યાં સુધી કોઈ આગળ નિર્ણય ન લેવાય ત્યાં સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રખાશે.અને માછીમારો માટે પણ દરિયો ન ખેડવાનો નિર્ણય લેવાયો છે.આજથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયો બીચ.પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.