યાત્રાધામ અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો ની સંખ્યા માં માઇભક્તો આવતા હોય છે. અંબાજીના ગબ્બર પર્વત પર માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

ગબ્બર પર્વત પર આવેલી માતાજીની અખંડ જ્યોતના દર્શન માટે એક હજાર પગતિયા ચઢવા પડે છે તો જે શ્રદ્ધાળુઓને પગથીયા ન ચઢવા હોય તો રોપવે ઉડન ખટોલાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટા ભાગે ઉડનખટોલાનો ઉપયોગ કરતા હોય છે.યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માં અંબા ના અખન્ડ જ્યોત ના દર્શન કરવા ગબ્બર પર્વત પર જતાં હોય છે . ગબ્બર પર્વત પર રોપવે થી શ્રદ્ધાળુઓ સરળતાથી માં ના દર્શન કરે છે.

દરરોજ રોપ વે માં શ્રદ્ધાળુઓના ઘસારાથી ઉડન ખટોલા (રોપ-વે)નું મેન્ટેનેન્સ આવતું હોય છે. જેથી શ્રદ્ધાળુઓની સલામતી અને ઉડનખટોલાની સાર સંભાળ માટે 4 દિવસ ગબ્બર પર્વત પર રોપ-વે બંધ રહશે.

અંબાજી આવતા દર્શનાર્થીઓ માટે સૂચન છે કે ગબ્બર પર્વત પર રોપ વે ઉડન ખટોલા તારીખ 25 – 07- 22 થી 28-07-22 તક 4 દિવસ રોપ વેની મેન્ટેનેન્સ કામ માટે બંધ રહશે. 29-07-22 થી ગબ્બર પર્વત પર રોપ વે રાબેતા મુજબ ચાલુ રહશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.