અમરનાથને હિંદુ ધર્મનું મુખ્ય તીર્થસ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યની રાજધાની શ્રીનગરથી 135 કિમીના અંતરે ઉત્તર-પૂર્વમાં દરિયાઈ સપાટીથી 13,600 ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ ગુફાની લંબાઈ 19 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ ગુફા 11 મીટર ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. અમરનાથને તીર્થસ્થાનોનું તીર્થસ્થાન કહેવામાં આવે છે કારણ કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું સ્થાન આપ્યું હતું. આ જગ્યાનું મહત્વ પવિત્ર ગુફામાં બરફમાંથી બનેલું કુદરતી શિવલિંગ છે. કારણ કે તે કુદરતી બરફથી બનેલું શિવલિંગ છે. તેને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહેવામાં આવે છે.
અમરનાથ યાત્રા : કેવી રીતે પહોચી શકાય અમરનાથ ગુફા, જાણો બધા રૂટ
અમરનાથ યાત્રા : અમરનાથ ગુફામાં પવિત્ર હિમલિંગના દર્શન માટે બે માર્ગ દ્વારા તમે ત્યાં જઈ શકો છો. પહેલો રસ્તો પહેલગામથી અને બીજો રસ્તો બાલતાલથી શરૂ થાય છે. બધા યાત્રાળુઓ રેલવે માર્ગ, હવાઇ માર્ગ અને રોડ માર્ગે દ્વારા પણ દેશના જુદા જુદા ભાગોમાથી આ બંને પ્રસ્થાન સ્થળો પર જઈ શકે છે. અમરનાથ ગુફા પર્વતીય અને દુર્ગમ જગ્યાએ આવેલી છે. દેશના કેટલાક ભાગોમાંથી અહીં જવા માટે સીધા રસ્તાની કોઈ સુવિધા નથી. પણ જો તમે રોડ માર્ગે દ્વારા અમરનાથ પહોંચવા માંગતા હોવ તો પહેલા તમારે જમ્મુ જવું પડશે અને પછી જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી તમે પહેલગામ અથવા બાલતાલ પહોંચી શકો છો. આ બે સ્થળોથી જ આ પવિત્ર યાત્રા શરૂ થાય છે. જો રસ્તામાં કોઈ દુર્ઘટના ઘટે તો ભારત સરકાર તેની જવાબદારીઓ લેતા નથી.
અમરનાથ જવા માટે કયા રસ્તાઓ છે?
- પહેલો- અનંતનાગ જિલ્લાના પહેલગામ
- બીજો – ગાંદરબલ જિલ્લાના બાલતાલ
અમરનાથ કેવી રીતે પહોંચવું?
અમરનાથ જવા માટે પહેલા તમારે જમ્મુ જવું પડશે અને જમ્મુથી શ્રીનગર સુધી મુસાફરી કરવી પડશે. તેમજ શ્રીનગરથી તમે અમરનાથ યાત્રા માટે પહેલગામ અથવા બાલતાલ પહોંચી શકો છો.
પહેલગામ રૂટથી અમરનાથ ગુફા તરફ જવાનો રૂટ
પહેલગામ જમ્મુથી 315 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એક પ્રખ્યાત ફરવાલાયક સ્થળ પણ છે અને અહીંની પ્રાકૃતિક સુંદરતા જોવા લાયક છે. પહેલગામ જવા માટે જમ્મુ અને કાશ્મીર પ્રવાસન કેન્દ્રથી સરકારી બસો પણ ઉપલબ્ધ છે. પહેલગામમાં બિન-સરકારી સંસ્થાઓ દ્વારા લંગરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પગપાળા યાત્રાળુઓની યાત્રા અહીંથી જ શરૂ થાય છે. પહેલગામ પછી પહેલું સ્થળ ચંદનવાડી આવે છે. જે પહેલગામથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. યાત્રાળુઓ પ્રથમ રાત અહીં વિતાવે છે. રાત્રી રોકાણ માટે અહીં કેમ્પ લગાવવામાં આવ્યા છે. પિસ્સુ ખીણ પર ચઢવાનું બીજા જ દિવસે શરૂ થાય છે. આગળનું સ્થળ ચંદનવાડીથી 14 કિમીના અંતરે શેષનાગ પર આવેલું છે. આ રસ્તો ઊંડો અને જોખમી છે. અહીંથી પિસ્સુ ખીણ જોઈ શકાય છે. અમરનાથ યાત્રામાં પિસ્સુ ખીણ ખૂબ જ જોખમી સ્થળ છે. પિસ્સુ ખીણ સમુદ્ર સપાટીથી 11,120 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. શેષનાગ પહોંચ્યા બાદ યાત્રીઓ તાજગી અનુભવે છે. પર્વતમાળાઓ વચ્ચે વાદળી પાણી સાથે એક સુંદર તળાવ પણ જોવા છે. પંચતરણી શેષનાગથી આઠ માઈલના અંતરે આવેલું છે. અહીં પાંચ નાની નદીઓ વહેતી હોવાથી આ સ્થળનું નામ પંચતરણી પડ્યું છે. આ સ્થાન ચારે બાજુથી ઊંચા પર્વત શિખરોથી ઢંકાયેલું છે. ઊંચાઈને કારણે અહિયાં ઠંડી પણ હોય છે. અમરનાથ ગુફા આ જગ્યા પરથી માત્ર આઠ કિલોમીટર દૂર આવેલું છે. ત્યાથી તમે અમરનાથ ગુફામાં પહોચી શકો છો.
બાલતાલ માર્ગથી અમરનાથ ગુફા તરફ જવાનો રૂટ
જમ્મુથી તમે કેબ અથવા બસ દ્વારા લગભગ 10 કલાકમાં બાલતાલ જગ્યા પર પહોંચી શકાય છે. અમરનાથ ગુફા બાલતાલથી લગભગ 14 કિલોમીટર દૂર છે. તમે બાલતાલથી અમરનાથ ગુફા તરફ જતા માર્ગ પર એક દિવસની ટ્રેકિંગ પછી પાછા ફરી શકો છો. સાથોસાથ બાલતાલથી અમરનાથ ગુફા સુધીનો રસ્તો મુશ્કેલ અને ઢોળાવવાળો પણ છે. આમ છતાં જો તમે દર્શન કરીને ઝડપથી પાછા ફરવા માંગતા હોવ તો આ માર્ગ તમારા માટે શ્રેષ્ઠ છે. તેમજ જમ્મુથી 400 કિ.મી.ની યાત્રા સુંદર મેદાનોની યાત્રા દ્વારા પહોંચી શકાય છે.
શ્રીનગરથી મળી રહેશે વાહન વ્યવહારની સુવિધાઓ…….
બસની સુવિધા :
વ્યક્તિગત કાર અથવા બસ દ્વારા તમે ત્યાં જઈ શકો છો. દિલ્હી, પંજાબ અને હરિયાણાના ઘણા શહેરોથી શ્રીનગર સુધી સીધી બસો જાય છે. જમ્મુના લગભગ દરેક મોટા શહેરથી બસો મળી રહે છે. તેમજ લેહ અને કટરાથી શ્રીનગર સુધી પણ બસો જાય છે તેમજ મુસાફરો સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો દ્વારા જમ્મુ પહોંચી શકે છે અને પહેલગામ સુધીની 315 કિલોમીટરની મુસાફરી બસ અથવા કાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ઉપલબ્ધ વાહનો દ્વારા કરી શકાય છે.
રેલ્વે સુવિધા :
શ્રીનગર સુધી કોઈ સીધી ટ્રેન જતી નથી. શ્રીનગરનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ઉધમપુર અથવા જમ્મુ તાવી છે. તમે ટ્રેન દ્વારા સરળતાથી જમ્મુ તાવી અને ઉધમપુર પહોંચી શકો છો. તમે આ બંને સ્ટેશનો પર ઉતરી શકો છો અને બસ અથવા ટેક્સી દ્વારા શ્રીનગર જઈ શકો છો. રેલ્વે દ્વારા અમરનાથ યાત્રા માટેનું છેલ્લું રેલ્વે સ્ટેશન જમ્મુ છે. જે જમ્મુ અને કાશ્મીરની શિયાળુ રાજધાની છે. જમ્મુ દેશના લગભગ તમામ ભાગો રેલ્વેથી જોડાયેલ છે. મુસાફરો જમ્મુ પહોંચી શકે છે અને ત્યાંથી પહેલગામ અથવા બાલતાલની યાત્રા બસ દ્વારા પૂર્ણ કરી શકે છે. જમ્મુ મંદિરોના શહેર પ્રખ્યાત છે અને પ્રવાસીઓ અમરનાથ યાત્રા પહેલા અથવા પછી જમ્મુના પ્રખ્યાત રઘુનાથ મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત પણ લઈ શકે છે.
હવાઈ સેવા :
અન્ય સુવિધાઓની તુલનામાં આ થોડી મોંઘી સુવિધા છે. પણ આ સૌથી બેસ્ટ સુવિધા છે. દિલ્હી, ચંદીગઢ અને મુંબઈ જેવા ઘણા મોટા શહેરોથી શ્રીનગર માટે સીધી ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. અમરનાથ માટેનું સૌથી નજીકનું વિમાનમથક જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર છે. સરકારી અને બિન સરકારી એરલાઇન્સની હવાઈ સેવા અહિયાં છે. તમે દિલ્હીથી હવાઈ સેવા દ્વારા અહીં પહોંચી શકે છે અને માર્ગ દ્વારા પહેલગામ સુધીની મુસાફરી કરી શકે છે.
દેશના કેટલાક મોટા શહેરોથી અમરનાથ જવાનું અંતર
- દિલ્હીથી 904.2 કિલોમીટર
- ભોપાલથી 1676.5 કિલોમીટર
- રાયપુરથી 2166.5 કિલોમીટર
- જયપુરથી 1116.6 કિલોમીટર
- બેંગલુરુથી 3044.3 કિલોમીટર
- મુંબઈથી 2171.2 કલોમીટર
- લખનૌથી 1443.2 કિલોમીટર
- પટનાથી 1949.6 કિલોમીટર
રસ્તામાં કોઈ બીમાર પડે કે ઘાયલ થાય તો શું?
પર્વત બચાવ ટુકડીઓ અથવા જમ્મુ અને કાશ્મીર પોલીસ યાત્રાળુઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત રૂટ પર વિવિધ સ્થળોએ આર્મી કેમ્પ અને હેલ્થ કેમ્પ પણ હોય છે.
અમરનાથ યાત્રા પર ચઢતા પહેલા શું કરવું જોઈએ?
મુસાફરી કરતા પહેલા તમારી ફિટનેસ પર થોડું ધ્યાન રાખવું જોઈએ. દરરોજ સવારે અને સાંજના સમયે ઓછામાં ઓછું 4-5 કિમી ચાલવાનું શરૂ કરી દો. તેમજ યોગ, પ્રાણાયામ અને ઊંડા શ્વાસનો અભ્યાસ કરવાનું રાખો. જો તમને પહેલાથી જ કોઈ રોગ છે તો ચોક્કસ ડૉક્ટર પાસે તપાસ કરાવો. તમારી નજીકના ક્લાઇમ્બીંગ વિસ્તારમાં ઉપર અને નીચે જવાની પ્રેક્ટિસ કરો.