બાળક થોડુ મોટુ થાય એટલે તેને તરત જ ચા અને દૂધ આપવામાં આવે છે. તેવી માન્યતા છે કે ચા પિવાથી પાચનક્રિયા સ્વસ્થ બને છે. અને ચા પિવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. વાત તો સાચી છે પરંતુ ચાના આ ગુણો મોટી ઉમ્રના વ્યક્તિ માટે ઉપયોગી છે. પરંતુ શું તે બાળકો માટે પણ ઉપયોગી છે ખરુ ? ઘણાં લોકો ચામાં દૂધ અથવા બિસ્કિટ નાખી બાળકોને આપતા હોય છે. પરંતુ તેનાથી ચાથી થતા નુકશાન અટકાવી શકાતા નથી કારણ કે એક્સપર્ટ જણાવે છે કે બાળકોને ચા આપવી યોગ્ય નથી. બાળકોના ચાના સેવનથી કેલ્શિયમનું અવશોષણ પ્રભાવિત થાય છે. જેમાં કેલ્શિયમની ઉણપ તેમની બિમારીયો વધારે છે. નાની ઉમ્રમાં ચા પિવાથી હાડકા નબળા થઇ શકે, શરીરમાં દુખાવાની તકલિફ આવી શકે છે. તો તેમનામાં ચિડિયાપણુ પણ આવી શકે છે. અને તેમની માંસપેશીઓ પણ નબળી પડે છે. ઘણી વખત મહિલાઓ બાળકોને ચા-દૂધ આપે છે. પરંતુ તેમને ખ્યાલ હોતો નથી કે દૂધમાં એક ટીપુ ચા મિક્સ કરવાથી પણ દૂધના ફાયદાઓ ખત્મ થઇ જાય છે. દૂધમાંથી મળી આવતા કૈસીન અને પ્રોટીન ચાના કેટેચિંસ સાથે મિક્સ થઇ જાય છે. જે એક મહત્વપૂર્ણ ફ્લાવોનોઇડ્સ છે તો આ મિશ્રણ બાળકની નર્વસ સિસ્ટમ પર અફિણની માફક કામ કરે છે. અને બાળકો માટે ચાની લત એક સારી આદત નથી.
Trending
- ટ્રાફિક સિગ્નલની લાઇટ લાલ,લીલી અને પીળી જ કેમ ???
- 4 થી 20 વર્ષના 65 ટકા બાળકોને મોબાઈલનું વળગણ!
- સાયબર ગઠીયા બેફામ : ટ્રેડિંગ, ટાસ્ક અને ડોલરના નામે રૂ. 24.38 લાખની ઠગાઈ
- Hondaએ નવા e-scooterની જાહેરાત કરી…
- મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા થકી ભગવાનની લીલાનું કરાશે વર્ણન
- TMKOC : જેઠાલાલને મળી નવી ‘દયા’..!
- Portronics Beem 520 સાથે સ્માર્ટ એલઇડી પ્રોજેક્ટર માર્કેટને હચમચાવા તૈયાર…
- સર્વેશ્ર્વર ચોક વોંકળાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ: વધારાના વર્ક માટે શોર્ટ ટર્મ ટેન્ડરનો આદેશ