આપણા બધાના દિવસની શરૂઆત ચાની ચૂસકીથી થાય છે. ચા પીવાથી જાણે કે શરીર આળસ ખંખેરીને બેઠું થતું હોય તેમ લાગે છે. અને આમ જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. ચા વિના જાણે કે દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે તેથી આપણને ઘરે ઘરે ચાના બંધાણી જોવા મળી જાય છે.
આપણા દેશમાં ચા માત્ર એક પીણું જ નથી પરંતુ એક સેલિબ્રેશન છે. ઘરે કોઈ મહેમાન આવી જાય, મિત્રો સાથે ટપરી પર જઈને ચા પીવી હોય, ઓફિસમાં મૂડ ફ્રેશ કરવું હોય, એનર્જી વધારવી હોય, ભૂખ મટાડવી હોય આ બધા માટે એક કપ ચા ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ શું તમે જાણો છે કે આ એક કપ ચા તમારા માટે કોઈ ધીમા ઝેરથી ઓછી નથી.
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ચા પર એર રિસર્ચ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે દૂધવાળી ચાના દરેક કપમાં 40 મિલીગ્રામ કેફિન હોય છે અને જે લોકો તેનું વધું સેવન કરે છે તે તેના વ્યસની પણ થઈ શકે છે. તે એક પ્રકારનું ધીમું ઝેર અથવા નશો પણ હોય છે.
ખાલી પેટે ચા પીવાથી શું નુકશાન થાય છે ?
જે તમે સવારે સૌથી પહેલા દૂધવાળી ચા પીવો છો તો તેનાથી મેટાબોલિઝમ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. તેનાથી કબજિયાત, પેટમાં ખેંચાણ અને અપચાની સમસ્યા થઈ શકે છે.
જો તમે ચાને વારંવાર ઉકાળીને પીતા હોવ તો આજે જ આ આદત સુધારી લો કારણ કે ચાને વારંવાર ઉકાળીને પીવાથી તેમાં કેન્સરના બેક્ટેરિયાનો વિકાસ થવા લાગે છે. ઉપરાંત ચાને ફરીથી ગરમ કરવાથી ટેનીન પણ બહાર નીકળી જાય છે તેથી તેનો સ્વાદ કડવો બની જાય છે. એટલા માટે 15 મિનિટથી વધુ સમય માટે રાખેલી ચાને ફરીથી ગરમ કર્યા પછી ક્યારેય ન પીવી.
જો તમે નિયમિત નિયંત્રિત માત્રામાં ચાનું સેવન કરો છો તો તેના કેટલાક ફાયદા પણ થઈ શકે છે
– થાક દૂર કરે છે.
– રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
– સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ થાય છે.
– માઈગ્રેનની સમસ્યા ઘટાડે છે.
– આયર્નની ઉણપને દૂર કરે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે.
– મોસમી બીમારીઓ સામે રક્ષણ આપે છે.