શિયાળામાં ખોડાની સમસ્યા સામાન્ય છે પરંતુ તેને કારણે વાળ ખરવા લાગે છે તેમજ શુષ્ક બની જાય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોય તો આજે હું તમને તેના ઉપાયો વિશે જણાવીશ….
- જ્યારે પણ સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરો ત્યારે વાળને પાણીથી સાફ કરવાનું રાખો નહીંતર ત્વચાને લગતી તકલીફો સર્જાય શકે છે.
- દસ મિનિટ સુધી મેડિકેડેટ શેમ્પુ લગાવી રાખો ત્યારબાદ વાળ ધોઇ નાખો, જ્યાં સુધી ખોડો ન મટે ત્યાં સુધી અઠવાડિયામાં બે વખત આ પ્રકારનું શેમ્પુ વાપરવું.
- વાળને ડ્રાયર વડે સૂકવવાને બદલે જાતે જ સુકાવા દેવું હિતાવહ છે. સુકા ખોડાથી બચવા માટે ૧૦૦ ગ્રામ રોઝમેરી અને ૨૨૫ મિલીગ્રામ બદામના તેલમાં બે અઠવાડિયા સુધી મુકી રાખો. ત્યારબાદ કપડાથી ગાળીને રોઝમેરી કાઢી લો. આ ગાળેલા તેલને બોટલમાં ભરી રાખો જ્યારે પણ વાળ ધોવા હોય ત્યારે ૩૦ મિનિટ સુધી આ તેલથી માલિશ કરીને ત્યારબાદ ધોઇ નાખો.
- વાળને વધુ ચમકદાર બનાવવા માટે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું તેના માટે તાજા ફળ અને શાકભાજીનું સેવન કરો.
- જો વાળમાં તૈલિય ખોડો હોય તો લીંબુ અને આદુનો રસ સરખા ભાગે મેળવવો તેનાથી વાળમાં ૩-૪ મિનિટ સુધી માલિશ કરો અને ત્યારબાદ મેડિકેટેડ શેમ્પુથી વાળ ધોઇ લો.
- આમ કરવાથી વાળમાં ખોડો રહેશે નહીં અને વાળને લગતી દરેક સમસ્યા દૂર થઇ જશે.