આજકાલ નેટની જેમ જ પ્રેમની સ્પીડ પણ 4Gજેવી થઇ ગઇ છે. પહેલાં દિવસે પ્રપોઝ કરવાનું, પછી બહાર ફરવા ડેટ પર જવાનું અને ત્રીજા દિવસે તો છોકરીના ઘર સુધી પહોંચી જતા હોય છે. જો બધું જ ઠીક ચાલ્યું તો સારું પરંતુ જો એ જ સમયે છોકરીના ઘરવાળા આવી જાય તો ! તો થઇ ગયો આફતોનો ખડકલો.
એવા સમયે છોકરાએ પહેલા તો ઘણી શરમમાં મુકાવાનો વારો આવે છે. અને કેટલીક વખત તો વાત ઘણી આગળ પહોંચી જતી હોય છે તથા બદનામી સાથે પોલીસ કેસ સુધી પહોંચી અટકતી હોય છે. આથી તમે જો તમારી ગર્લફ્રેન્ડના ઘર પર તેના માતા-પિતાની ગેરહાજરીમાં ગયા હોવ તો પોતાનો જીવ બચાવવા તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
મિત્રો, તમારી ભલાઇ માટે આજે અમે તમને કેટલાક એવા બહાના જણાવીએ છીએ જેની મદદથી ગર્લફ્રેન્ડના ઘરે પકડાય જવા પર તમે સરળતાથી બચીને નીકળી શકો છો.
– હોમ હિલીવરીનું બહાનું :
જો તમે ગર્લફ્રેન્ડના ઘરે પકડાય જાવ તો તમે તેના પરિવાર સામે એવું બતાવી શકો છો કે તમે ડિલિવરી બોય છો. અને ભૂલથી કે પછી કોઇ વસ્તુની ડિલિવરી કરવા અહિં આવ્યા હતા. વધુ શંકા ન જાય એ માટે પોતાની સાથે અકે બેગ ચોક્કસપણે સાથે લઇને જવી જોઇએ .
– મિકેનીક છો તેવું બહાનું :
અચાનક પરિવાર આવી જાય તો તમારી ગર્લફ્રેન્ડ એવું બહાનું બનાવી શકે છે કે બાથ‚મનો નળ ખરાબ થઇ ગયો હતો કે વિજળી ચાલી ગઇ હતી એટલે મિકેનીકને બોલાવો પડ્યો હતો. આટલું કહેતાથી સાથે જ તમે ત્યાંથી નીકળી જાઓ.
– સેલ્સમેન :
સૌથી સારુ બહનું તો એ છે કે તમે સેલ્સમેન બની જાવ. કેમ કે સેલ્સમેન તો ગમે ત્યારે તેના ઘરમાં ચાલ્યા આવતાં હોય છે. પરંતુ આ બહાના માટે થોડી પૂર્વ તૈયારી કરીને જવું જોઇએ. કેમ કે એવું ન થાય કે તમે તો સેલ્સમેન કહી દો પરંતુ છોકરીના માતા-પિતા તમને તમારી વસ્તુની સ્કિમ પૂછી લો.
ગર્લફ્રેન્ડના ઘરે પકડાવા પર બચવાના બહાના ઉપરાંત એક જરુરી કામ તમે બંને એવું પણ કરી શકો કે છોરકી થોડા-થોડા સમયે તેના પરિવારને ફોન કરીને પૂછતી રહે કે તેઓ ક્યારે પાછા ફરવાનાં છે જેથી કરીને આવા કોઇ બહાના બનાવાનો વારો જ ન આવે…..