ગુજરાતીઓ હરવા ફરવાના શોખિન તો હોય છે, નવી જગ્યાઓ જોવામાં અને જાણવામાં કસર રાખતા નથી, સારુ લોહી પણ શુદ્વ કાઠિયાવાડી એટલે હું પણ જબરુ ફર છું. લાઇફ હોય કે કોઇ ટ્રીપ, પ્લાનીંગ વિના બધુ જ નકામું છે. હવે પ્લાનીંગમાં પણ બે વસ્તુ આવે એડજસ્ટ કરવું અથવા લગ્ઝુરિયસ બજેટ હોવું…આ બંનેમાંથી એક વિકલ્પ તમારે અપનાવો પડે છે. પાછા મુખ્ય મુદ્દા પર આવુ તો ફરવા માટેની પ્લાનિંગ શું કરવી જોઇએ, કેમ કે, પૂર્વ તૈયારી વિના તો માણસ સામાન્ય યુદ્વ પણ હારી બેસે છે. માટે પર્યટનની પૂર્વ તૈયારી ખૂબ જ જરુરી છે.
જો તમારે ભારત અથવા તો ગુજરાતના પ્રવાસે જવું હોય તો ઉનાળામાં ઠંડક માટે તેવા સ્થળો. વિશે જાણવું. તેની માહિતી મેળવવી પસંદ કરેલી જગ્યા મુજબ જ પર્યટનની પળો યાદગાર બને છે. ઉનાળામાં તને ઉતરાખંડ, હિમાચલ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિસા જેવા રાજ્યોમાં પર્યટનની મોજ માણી શકો છો, જો તમે વરસાદ દરમ્યાન ભેખડ ઘસી પડવાના ચાન્સ હોય ત્યારે. આ પ્રકારની જ્યાની પસંદગી ન કરવી જોઇએ. કારણ કે જરુરી નથી કે તેમને ફરવા જાવ ત્યારે મજા જ આવે, બને શકે કે કોઇ જો તમે મમ્મી હોલિક હોય તો નાસ્તામાં થેપલા અને ખાખરા તો આવવાના જ છે, પરંતુ આચર કુચર કંઇ પણ ખાવા કરતા ફ્રુટ્સ ખાવુ વધુ હિતાવહ છે. તમે કોઇ પણ સ્થળે જવાનું વિચારતા હોય ત્યાંની હોટલ-સુવિધા, વાતાવરણ, બજેટ, જેવી વસ્તુઓનુ પ્રિ-પ્લાનીંગ કરવું બની શકે કે દિવસ રાત એક કરીને આટલું તો કરી જ શકાય. માટે રહેવાની, અને ભોજન માટેની સુવિધાઓ વિશે તપાસ કરવી ખૂબ જ જરુરી છે.
કોઇપણ ટૂરમાં જતા પહેલા પોતાના કપડા જે કમ્ફર્ટેબલ હોય તેવા સાથે તેવા, અન્ય એક વાત એ છે કે પર્યટનના સ્થળોએ ચાલવાનું બહુ બધું હોય છે. માટે જો ફેન્સી ચપ્પલને બદલે બૂટ પહેર્યા હોય તો આસાનીથી ચાલી શકશો અને ફરવાનો આનંદ પણ માણી શકશો. અને આજકાલ તો સ્પોર્ટસ શુઝનો ટ્રેન્ડ બની ગયો છે, મોટી વયના હોય કે બાળકો-બધા જ શુઝ પહેરે છે. પર્યટન માટે સ્થળથી પણ મહત્વનું છે કે તે જગ્યાને આપણે માણી શકવા જોઇએ. માટે કમ્ફર્ટનેસ સાથે સ્વાસ્થ્યની પણ સાવચેતી જરુરી બને છે. માટે તમને ડાયાબિટીસ, લોહીનું દબાણ અથવા અન્ય કોઇપણ પ્રકારની બીમારી હોય તો તેની દવા સાથે રાખવી જ જોઇએ.
ખાસ કરીને જ્યારે વિદેશ પ્રવાસની વાત આવે ત્યારે વાતાવરણ સાથે તાસીર મેળવવામાં થોડી તકલીફ તો પડે જ છે. આમ તો હું ઘણાં દેશો ફરી છું, પણ દુબઇ, ઇજીપ્ત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મોરેશિયસ જેવા દેશોમાં વાતાવરણ સેટ ન થતા મારી તબીયત લથડી છે, પણ ‘થેન્ક ગોડ’ કે પ્લાનીંગ દરમ્યાન મે દવાઓનું પાઉચ પેકિંગ સમયે બેગમાં મુક્યું હતું હવે ઓલ્મોસ્ટ આપણે પ્લાનિંગ અને પ્રિપ્રેરેશનના એન્ડ સુધી પહોંચી ગયા છીએ ત્યારે સૌથી મોટી અને જરુરી વાત કમ્યુનીકેશન પણ છે, જો તમે સારો એવો ખર્ચો કરીને ગયા હોય તો તમને ગાઇડ મળી રહે છે. પરંતુ જો તમે એકલા હોય તો ભાષા સમજવામાં મુશ્કેલીઓ પડે છે. કારણ કે વિશ્ર્વના ઘણાં દેશોના લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરતા જ નથી. માટે તમે જે તે દેશમાં જઇ રહ્યાં હોય ત્યાંની બેઝીક માહિતી તો હોવી જ જોઇએ એમાં વળી ગુગલ દેવતા પણ મદદરુપ બનશે.