આપણે બધા ઓફિસ કે કોઇ પણ બીજા સ્થળેથી ઘરે આવીને સૌથી પહેલુ કામ મોજા અને સુઝ ઉતારવાનું કરીએ છીએ. આવું કરવાથી તમારા પગને આરામ મળે છે. તમારા પગની ત્વચાને પણ આરામ મળે છે તમે નોટીસ કર્યું હશે જ્યારે પણ તમે નવા મોજા કે ટાઇટ મોજા પહેર્યા ત્યારે તમારા પગમાં સોજો આવી જાય છે. એ વાત સાચી છે કે લુઝ મોજા સારા નથી લાગતા પરંતુ વધુ પડતા ટાઇટ મોજા પહેરવાથી સ્વસ્થ્યને નુકશાન થાય છે તો ચલો જાણીએ ટાઇટ મોજા પહેરવાથી થતા નુકશાન વિશે…..
- ટાઇટ મોજા બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે જેનાથી તમે બેચેની અનુભવો છો એટલુ જ નહિં પરંતુ ટાઇટ મોજા પહેરવાથી તમારામાં સોજો પણ આવી જાય છે.
- ટાઇટ મોજા પહેરવાથી એડિમાનો ખતરો પણ વધે છે.
- ટાઇટ મોજા પહેરવાથી તમારા પગની સ્કીનમાં લાઇન્સ આવી જાય છે. અને તેના કારણે તે ભાગમાં રેડનેસ અને જલન પણ થઇ શકે છે.