ચહેરાને ચમકદાર અને મુલાયમ રાખવા માટે આપણે મોટાભાગે ગુલાબજળનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. ગુલાબ જળનો ઉપયોગ માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ કરે છે, તેથી આ સમાચાર બંને માટે છે.

ઈન્ટરનેટ પર તમામ ઉપાયો જોયા પછી, આપણે વસ્તુઓ અજમાવવાનું શરૂ કરીએ છીએ, પણ તેના પર સર્ચ નથી કરતા અને તેની આડઅસર પણ નથી જોતા. ગુલાબજળમાં કોઈપણ ઘટક સરળતાથી મિક્સ કરી શકાય છે, પરંતુ કેટલાક ઘટકો એવા છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કઈ વસ્તુઓને મિક્સ કરવાની નિષ્ણાંતોએ મનાઈ કરી છે.

લીંબુ

લીંબુઃ ગુલાબજળમાં લીંબુ ક્યારેય મિક્સ ન કરો, કારણ કે લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને ગુલાબ જળ પણ એસિડિક હોય છે.

ફેસ ઓઇલ : ગુલાબજળ સાથે ફેસ ઓઇલને મિક્સ કરવાનું ટાળો. તે ફેસ ઓઇલ સાથે સારી રીતે ભળતું નથી, જે બળતરા પેદા કરવા ઉપરાંત તમારી ત્વચાને સૂકવી શકે છે.

oil

આલ્કોહોલ આધારિત ટોનર્સ: ગુલાબજળ સાથે આલ્કોહોલ ધરાવતા ટોનરને ક્યારેય મિક્સ ન કરો. તેનાથી તમારી ત્વચામાં બળતરા થઈ શકે છે અને પિમ્પલ્સ ફેલાય છે.

alchl

ક્લે માસ્કઃ- ગુલાબજળ મિશ્રિત માટીનો માસ્ક ચહેરા પર ક્યારેય ન લગાવો. જો આ રીતે લગાવવામાં આવે તો તમારી ત્વચા ડ્રાય થઈ શકે છે.

clay

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.