આપને દરરોજ કૉલ પર ઘણા લોકો સાથે વાતચિત કરતા હોઈએ છીએ. કોણ શું વાત કરે છે? ઘણીવાર આપણને યાદ નથી રહેતું. પરંતુ ઘણા લોકો કામ વિશે વાત કરે છે. એટલા માટે તેઓ તેનો રેકોર્ડ રાખવા માંગે છે આવા લોકો વારંવાર તેમના ફોનમાં કોલ રેકોર્ડનો વિકલ્પ ચાલુ રાખે છે, જેથી તે પછીથી ફરી વાતચીત સાંભળી શકે.
કાયદેસરની કાર્યવાહી થઈ શકે
પરંતુ શું તમે જાણો છો કે કોઈનો કોલ રેકોર્ડ કરતા પહેલા તમારે પરવાનગી લેવી પડે છે. પરવાનગી વિના કોઈના કોલ રેકોર્ડ કરવા એ તેની મરજી વિરુદ્ધ ગુનો છે. તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આવી સ્થિતિમાં તમારી સામે ફરિયાદ પણ દાખલ થઈ શકે છે.
બંધારણમાં ભારતીય નાગરિકોને કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં ગોપનીયતાનો અધિકાર પણ મૌલિક અધિકાર છે . જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.