ગુજરાતીઓનું મુખ્ય પીણું તે ચા. ગમે એટલી વાર પીવે તો પણ જાણે ફરી મન થયાં જ કરે.દરેક વ્યક્તિ પોતાના મન ગમતા સમય પર ચા પીતા જોવા મળે છે. કેટલાક લોકો ઓફિસમાં આખો દિવસ ચા પીતાં રહે છે, ઉપવાસમાં પણ લોકો ચા પીધા કરે છે. ચા એ દરેક ગુજરાતીને પોતાની સોડમ અને સ્વાદથી આકર્ષે છે. તે એવું ચા પીણું છે. ચા પીવાથી ઘણાં ગેરફાયદા છે શું તમે તે જાણો છો.
શું તમે ચાના શોખીન છો ? તો જાણો ચા પીવાથી થશે કયાં-ક્યાં નુકસાન ?
૧. દૂધથી બનેલી ચાનું સેવન કરવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પાડે છે જો તમે એની સાથે કંઇ નમકીન ખાઇ રહ્યા છો તે એનાથી ખરાબ કઇ નથી. એનાથી સ્કીનના રોગ થાય છે.
૨. ચા માં કેફીનનું ખૂબ જ પ્રમાણ હોય છે જે લોહીને દૂષિત કરવા સાથે શરીરને નબળું પણ પાડે છે.
૩. જે લોકા ચા ખૂબ પીવે છે એમના આંતરડા ખરાબ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યા થાય છે.
૪. ચા પીવાથી લોહી ખરાબ થઇ જાય છે અને મોઢા પર લાલ ફોલ્લીઓ નિકળી આવે છે.
૫. ચા પીવાથી રક્તવાહિની સમસ્યાઓ પણ થઈ શકે તેવી સંભાવના છે.
૬. રેલ્વે સ્ટેશનો અથવા ટી સ્ટોલ પર વેચાતી ચા નું સેવન જો ના કરો તો સારું રહેશે કારણ કે એ લોકા વાસણ સાફ કર્યા વગર વારંવાર એમાં જ ચા બનાવતા રહે છે. જેના કારણે ઘણી વખત ચા ઝેરી થઇ જાય છે.
૭. ભૂલથી પણ વધારે સમય સુધી રાખેલી ચાનું સેવન કરશો નહીં.
૮. ચાના પાનને ઓછા ઉકાળો તથા એક વખત ચા બની જવા પર ઉપયોગમાં લેલાયેલા ચા ના પાનને ફેંકી દો.
૯. ચા ના દરેક કપ સાથે એક અથવા એનાથી વધારે ચમચી ખાંડ લેવામાં આવે છે જે વજન વધારે છે.
૧૦. ચા થી ભૂખ મરી જાય છે, મગજ સૂકાવવા લાગે છે અને ઊંઘ પણ ઓછી થઇ જાય છે.
૧૧. ચાનું સેવન કરવાથી શરીરમાં રહેલા વિટામીન્સ ખતમ થઇ જાય છે. એના સેવનથી સ્મરણ શક્તિમાં દુર્બલતા આવે છે.
૧૨. ચાનું રોજિંદા જીવનમાં સેવન કરવાથી સગર્ભા સ્ત્રીઓએ ચાને સંપૂર્ણપણે ટાળવું જોઈએ, કારણ કે તેની કેફીન સામગ્રી ગર્ભના વિકાસને નુકસાન પહોંચાડે છે અને સાથે મહિલાઓને મિસકેરેજ થઈ શકે છે.
૧૩. ચા પીવાથી એક સર્વે અનુસાર પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારી થતી જોવા મળે છે.
૧૪. વધારે પ્રમાણમાં ચા પીવાથી ઊઘમાં ખલેલ, બેચેની, અસ્વસ્થતા અને હ્રદયના ધબકારા વધી શકે છે.