આપણા દેશમાં ચા પીવી એક આદત છે. કોઈને મળીએ અને જો ચાની ચૂસકી ના લઈએ તો અધૂરી લાગે છે.દેશની લગભગ ૮૦ થી ૯૦% જનસંખ્યા સવારે ઉઠતાવેત જ ચા પીવી પસંદ કરે છે.બેડ ટીનું કલ્ચર ના ફક્ત શહેરોમાં પ્રચલિત છે પરંતુ ગામ અને કસ્બામાં પણ લોકો સવારની શરુઆત ચાથી કરવાનું પસંદ કરે છે.પણ તમને શું લાગે છે, શું આ એક સારી અને હેલ્ધી આદત છે ?

હાલમાં જ થયેલા અધ્યયનોની માનીએ તો, ખાલી પેટ ચા પીવી એક ઘણી ખરાબ આદત છે.ખાસ કરીને ઉનાળામાં.  ચામાં થોડી માત્રામાં કેફીણ હોય છે અને સાથે જ આમાં એલ-થાયફાઈલીન પણ હોય છે જે ઉત્તેજિત કરવાનું કામ કરે છે. સવારે ઉઠી ખાલી પેટે ચા પીવાથી થતા નુકશાન, સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવાથી બોઈલ જ્યુસની પ્રક્રિયા અનિયમિત થઇ જાય છે. જેના કારણે તમને પિત્ત થઈ શકે છે અને ગભરાટ પણ થઇ શકે છે.સામાન્ય રીતે બ્લેક ટીને હેલ્ધી માનવામાં આવે છે.પરંતુ, ઘણા વધારે લોકો બ્લેક ટી પીવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક થઇ શકે છે.સામાન્ય રીતે માનવામાં આવે છે કે, બ્લેક ટીથી વજન ઓછુ થાય છે પણ બ્લેક ટી પીવાથી પેટ ફૂલી જાય છે અને ભૂખ પણ નથી લાગતી. સામાન્ય રીતે લોકો દૂધવાળી ચા પીવાનું પસંદ કરે છે પણ ઓછા જાણે છે કે ખાલી પેટ દૂધવાળી ચા પીવાથી જલ્દી થાક અનુભવે છે. સાથે જ વ્યવહારમાં પણ ચીડચીડાપણું આવી જાય છે.  જો તમે પણ તે લોકોમાંથી છો જે સ્ટ્રોંગ ટી પીવું પસંદ કરે છે તો સંભાળજો.  વધુ સ્ટ્રોંગ ચા પીવાથી અલ્સર થવાનો ખતરો રહે છે. આનાથી પેટની અંદરની અંદર કાણા પડવાની આશંકા પણ વધી જાય છે.

ઘણા લોકો એક જ વખત ચા બનાવી લે છે અને તેને વારંવાર ગરમ કરીને પીતા રહે છે.  વારંવાર ગરમ કરીને ચા પીવી ખતરનાક હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.