હેલ્ધી ગ્રીન ટી કેટલાં પ્રમાણમાં હેલ્ધી છે??
ગ્રીન ટી , વાંચતાની સાથે સ્વાસ્થ્ય જ યાદ આવે છે. જે કોઈ વ્યક્તિ હેલ્થ કોન્સીયસ છે તેણે અચુંક ગ્રીન ટીનો સમાવેશ તેના ડાએટ પ્લાનમાં કર્યો હશે. મુખ્યત્વે ગ્રીન ટીનો ઉપયોગ વજન ઘટાડવા માટે, પાચનક્રિયા વ્યવસ્થિત કરવા માટે, એનર્જી મેળવવા માટે કરવામાં આવે છે.
ત્વચા માટે ગ્રીન ટી કેટલી ઉપયોગી??
ગ્રીન ટીમાં રહેલું મુખ્ય તત્વ એટલે એન્ટીઓક્સીડેન્ટ જે હાર્ટ, પાચનતંત્ર, મગજ માટે ખુબ ઉપયોગી છે, આ સિવાય તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ ત્વચા માટે પણ ખુબજ લાભદાયી છે. જે ચહેરાની ત્વચાને યુવી કિરણોથી રક્ષણ આપે છે, એન્ટી એજિંગ ,એન્ટી ઈમ્ફ્લેમેટરી અને ઈમ્યુનોમોડયુલેટરી માટે પણ અસરકારક છે. ડેમેજ સ્કીનને રીપેર કરવામાં તેમજ ક્યાય વાગ્યું હોય તો રુજ લાવવામાં પામ મદદરૂપ થાય છે. ચહેરા પરના ખીલને દુર કરવાના ગ્રીન ટી ઉપયોગી નીવડે છે, જેને પીવાથી અથવા તો ચહેરા પર લાગવાથી પણ ફાયદો થાય છે.
એન્ટીઓક્સીડેન્ટથી ભારુપુર ગ્રીન ટી સ્કીન અને અંતરીક બોડી માટે ખુબ ફાયદાકારક છે પરંતુ દિવસ માં કેટલી ગ્રીન ટી પીવી જોઈએ એ જાણો છો?
વધુ પડતી ગ્રીન ટીના ઉપયોગથી એ ફાયદા કરતા નુકશાનકારક વધુ સાબિત થાય છે. જેનાથી ત્વચા નિસ્તેજ અને દાજેલી હોય એવી થાઈ જવાની સાંભાના રહે છે. જો તમને કેફીનથી એલર્જી છે તો ગ્રીન ટીથી દુર રહેવું હિતાવહ છે. એક દિવસમાં 2-૩ કપ જેટલી જ ગ્રીન ટીનું સેવન કરવું , ખરેખર સ્વાસ્થ્ય માટે લાભદાયી છે પરંતુ જો એનાથી વધુ પીવે છે તો તે લોકોએ ચેતવું જોઈએ, એ બાબતે સજાગ થવું જોઈએ અને ગ્રીન ટી પીવાની ઓછી કરવાની જરૂરત છે. વધુ પડતી ગ્રીન ટીની નકારાત્મક અસર તમારી નીંદર પર પણ પડે છે. આ ઉપરાંત બ્લડ પ્રેસર પણ ડાઉન કરે છે. માપમાં પીવાથી ગ્રીન ટી પાચન ક્રિયાને નિયમિત કરે છે પરંતુ જો વધુ પ્રમાણમાં શરીરમાં જાય તો પાચનક્રિયાને નબળી પાડે છે.
ફાયદાઓ તો છે જ ગ્રીન ટી પીવાના પણ કેટલાં પ્રમાણમાં લેવી એનું ખાસ ધ્યાન રાખીને તેનું સેવન કરીએ તો જ એ ફયદો છે બાકી શરીરને નુકશાન પણ થયી શકે છે.