રાજકોટમાં સ્વામી રામદેવજીના શિષ્યા સાઘ્વી દેવાદિતીજીની ૩ દિવસની યોગ શિબિર: આવતીકાલે છેલ્લો દિવસ
લાઇફ સ્ટાઇલમાં યોગ સમાવી લેવાય તો વ્યકિતના જીવનમાં આપોઆપ સુધારો આવી જાય તેવું આજરોજ ‘અબતક’ની વિશેષ મુલાકાતે આવેલા સ્વામી રામદેવના શિષ્યા સાઘ્વી દેવાદીતીજીએ જણાવ્યું હતું. રાજકોટમાં સાઘ્વી દેવાદીતીજીની યોગ શિબિર ચાલી રહી છે. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે.
પ્રશ્ર્ન:-શિક્ષણ છોડીને આઘ્યાત્મિકતા તફર આગળ વઘ્યા તેનું કારણ ?
જવાબ:- તેના જવાબમાં સાઘ્વીએ જણાવ્યું હતું કે, શિક્ષણથી પણ વધારે મોટું આદિયાત્મકતા છે. નાનપણથી પારિવારીક સંસ્કાર મને મળ્યાં. ગુરુકુળમાં રહ્યા વિના શિક્ષા પ્રાપ્ત કરી છે. શાસ્ત્રનું અનુકરણ કરીને તેમજ વિવિધ જગ્યાએ જઇ સેવા આપી છે. નાનપણથી એક લક્ષ્ય દેશની સેવા કરવાનું હતું. ઇશ્ર્વર અને સ્વામીજીની કૃપાથી પંતજલીમાં પ્રવેશ કર્યો. ગયા વર્ષે જ પંતજલીમાં પ્રવેશ કર્યો. શિક્ષણ મને બન્ને તરફથી મળ્યું છે. તો મઘ્યપ્રદેશ અને ગુજરાતની મહિલાઓને યોગ ચિકિત્સા જાગૃતિ માટે શીબીર યોજી છે.
પ્રશ્ર્ન: મઘ્યપ્રદેશની શિબિર પ્રવાસ કેવો રહ્યો ?
જવાબ: જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે હરિદ્વારથી વારંવાર મઘ્યપ્રદેશ આવવાનું થતું હતું. અગાઉથી અત્યારે મઘ્યપ્રદેશમાં જાગૃતતા આવી છે. શિક્ષણનું સ્તર વઘ્યું છે. તો જાગૃતતા પણ વધી છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મહિલાઓમાં ઓીછી જોવા મળે છે. બધી જ જગ્યાએ હકારાત્મકતા જરુરી છે.
પ્રશ્ર્ન: યોગને તમે કેવી રીતે જોઇ રહ્યા છો ? યોગની શકિત શું છે ?
જવાબ: તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે રપ-૩૦ વર્ષ પહેલા ઓછા લોકો યોગથી જાણકાર હતા. સ્વામીજીના માઘ્યમથી યોગનું મહત્વ પુરા વિશ્ર્વમાં વઘ્યું છે. આદિવાસી ક્ષેત્રમાં પણ યોગને લઇ જાગૃતતા વધી છે. પહેલા કરતા ખુબ જ પરિવર્તન આવ્યું છે.
પ્રશ્ર્ન: લાઇફ સ્ટાઇલ અને યોગ એકબીજા માટે શું મહત્વ ધરાવે છે ?
જવાબ: તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે યોગ એ જ લાઇફ સ્ટાઇલ છે. જે બીમાર લોકો છે તેમના માટે યોગ આરોગ્ય વિધી છે. ચિકિત્સા પઘ્ધતિ છે. સામાન્ય લોકો માટે યોગ લાઇફ સ્ટાઇલ છે. યોગમાં લાઇફ સ્ટાઇલ આવશે તો લોકોના જીવનમાં આપોઆપ સુધાર આવી શકે તેમ છે. યોગ ફકત સ્વાસ્થ્ય સંબંધીત નથી. ફકત પાર્ટ છે. સ્વાસ્થ્ય સારુ હોવું પણ યોગ માટે જરુરી છે.
પ્રશ્ર્ન: રાજકોટનો માહોલ કેવો લાગ્યો ?
જવાબ: તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં ખુબ જ વ્હાલસોયા લોકો મળ્યા રાજકોટની ટીમ સહિત જે લોકોને મળવાનું થયું તે લોકો ખુ બ જ લાગણીશીલ અને પ્રેરણાદાયક હતા. લોકોમાં જે જાગૃતતા જોવા મળી તેને જોઇ એવું થાય છે યોગ પ્રત્યે લોકો ઘણા સજાગ થયા છે. ઘણા લોકો જે બીમાર છે જેને યોગ જરુરી છે તેમને અમે ચોકકસથી મદદ કરશું.
પ્રશ્ર્ન: એક સમયમાં લોકો આયુર્વેદ કે યોગ પર વિશ્ર્વાસ ન કરતાં ? આજે જયારે યોગ તરફ લોકો વળ્યા છે તો હજુ કયાં કચાશ જણાય છે?
જવાબ: તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્વામીજી અને આચાર્યના માઘ્યમથી હરીદ્વારમાં એક મોટું કામ ચાલે છે. પંતજલી રિસર્ચ સેન્ટર ચાલે છે જેનો મુખ્ય ઉદ્દેશ આયુર્વેદીક રિસર્ચ કરવાનો છે. અને લગભગ ૨૦૦ થી ૩૦૦ વૈજ્ઞાનિકો કાર્ય કરી રહ્યા છે. તે સિવાય જેટલા ગ્રંથો છે. પાડુંલીપી છે તેનો દરેક ભાષામાં ઉપલબ્ધ કરવા કાર્ય ચાલુ છે. જલ્દીથી પુરા વિશ્ર્વમાં પોતાના દેશની ભાષામાં જ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થશે.
પ્રશ્ર્ન: લોકોને આયુર્વેદ પર વિશ્ર્વાસ કઇ રીતે અપાવવો ?
જવાબ: તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે પાછળના દસથી પંદર વર્ષ દરમિયાન મોટું પરિવર્તન આવ્યું છે. ઘણા લોકોએ મને કીધું કે આયુર્વેદ દવા જ અમારે કરવી છે તો તેની પ્રક્રિયા બતાવો એટલે હવે લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. હરિદ્વાર પંતજલી યોગ પીઠમાં અમારું કેન્દ્ર છે ત્યાં ડોકટરોની મોટી ટીમ છે. તેમાં ટાટા મેડીકલ કોલેજના રિસર્ચ જે ફેલ થયા છે. લગભગ લાખો લોકોનો ડેટા કેન્દ્રમાં કેપ્ચર થાય છે અને વધુ રિસર્ચ થાય છે.
પ્રશ્ર્ન: પ્રચાર-પ્રસાર કઇ રીતે થઇ રહ્યો છે ?
જવાબ: તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે રાજયના દરેક જીલ્લા-તાલુકામાં અમારી ટીમ કાર્યરત છે. ઘણીવાર શહેરની ટીમ ગામડા સુધી પહોંચી શકતી નથી તેના માટે સ્વામીજીએ યોગ પ્રચારકનો સંકલ્પ આપ્યો જેના માઘ્યમથી દિવસના એક શીબીર અને આરોગ્ય સભા દ્વારા પ્રચાર-પ્રસાર કરીએ છીએ. શિબીરના માઘ્યમ તેમજ સોશ્યલ મીડીયાના માઘ્યમથી, પંતજલીના માઘ્યમથી જાગૃતતા ફેલાવવાનું કાર્ય ચાલુ છે. ઉપરાંત દિવ્ય ફાર્મસીના માઘ્યમથી ઉચ્ચ કક્ષાની દવા બનાવાય છે અને લોકો સુધી પહોંચે છે.
પ્રશ્ર્ન: નજીવી સમયમાં પંતજલી દ્વારા બધી જ વસ્તુનું પ્રોડકસ બનાવાયું છે ? તમે કેવી રીતે જોવો છે ?
જવાબ: તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે આ એક યોગની શકિત છે. સ્વામી રામદેવજીનુ જીવન જોવું ખુબ જ જરુરી છે. સ્વામી ૧૮ થી ૨૦ કલાક નિયમીત કામ કરે છે. સ્વામીજીએ યોગને જીવનમાં ધારણ કર્યુ છે. સ્વામીજીનું લક્ષ્ય સમાજ સેવાનું રહ્યું છે. દેશને સ્વાસ્થ્ય અને ચારિત્રવાન રાખવાનું સ્વામીજીનું લક્ષ્ય છે. ફકત પ્રોડકસ જ નહી પરંતુ બધી જ જગ્યાએ સ્વામીજી કાર્ય કરી રહ્યા છે. શિક્ષામાં પંતજલી ગુરુકુળ તેમજ હરિદ્વારના લગભગ ૧૦ હજારની ક્ષમતા ધરાવતી યુનિવર્સિટીની સ્થાપના કરવાનું કાર્ય ચાલુ છે. સ્વદેશીના માધ્યમથી ભારતને ગૌરવ અપાવાનું છે. આ યુનિવર્સિટીના તમામ પ્રકારનું જ્ઞાત વિદ્યાર્થીઓને આપવામા આવશે.
પ્રશ્ર્ન: અગાઉ સાધુ સ્વામી જંગલમાં રહીને પુજા આરાધના કરતા આજે સમય બદલાયો છે. તમે કઈ રીતે જોવો છો?
જવાબ: જવાબમાં તેઓએ જણાવ્યું હતુ કે, આ એક હકારાત્મક વલણ છે. દેશનો ઈતિહાસ છે કે જ ‚પમાં સાધુઓની જ‚ર પડી છે. તોતે રૂપમાં સાધુઓએ દેશને બચાવ્યો છે. અગાઉ સ્વામી વિવેકાનંદ, વાલ્મીકી, અને દાનંદ સ્વામીએ દેશની જરૂરીયાતને આધીન કામ કર્યું છે. આજે ડીજીટલાઈઝેશનમાં જે રીતની જ‚ર છે તે રીતે સ્વામી રામદેવે કામ ચાલુ કર્યું છે. સ્વામીજી કહે છે કે કર્મ યોગી બનો. લોકોની માનસિકતા કયાંક એવી છે કે સાધુ ફકત પૂજા-આરાધના કરે પરંતુ તે માનસીકતા બદલાવાની જરૂરી છે. ખૂબજ મોટી જવાબદારીઓ સાથે સાધુ-સંતો સન્યાસ જીવનમાં પ્રવેશ કરે છે. એક આદર્શ રૂપમાં બાબા રામદેવે યોગને વિશ્ર્વ સામે રાખ્યું છે. તે મુજબ ચાલવાની જરૂર છે. અને અમે પણ આગળ કામ કરી રહ્યા છીએ.
પ્રશ્ર્ન: પરિવારનો સપોર્ટ કેવો રહ્યો?
જવાબ: તેઓએ જણાવ્યું હતુ કે નાનપણથી જ એ વાતાવરણ ઉભુ કર્યું હતુ કે યોગ તરફ પ્રેરણા મળે. ઈશ્ર્વરની કૃપાથી મને એવો પરિવાર મળ્યો છે જેને હર હંમેશ મને સાથ આપ્યો છે. જયાં સુધી હુ આજે પહોચી છુ તેની પાછળ મારા માતા પિતાનો ખૂબજ સહયોગ છે. એક પણ વાર મને યોગ તરફ જવાના નથી પાડી.
સ્વામીજીના માધ્યમથી કરોડોની ચેરીટી થઈ ચૂકી છે. સ્વામીજીનું લક્ષ્ય દેશનાં ૧ લાખ કરોડ ચેરીટી જમા કરવાનું છે. ૭૦ ટકા પ્રોફીટ શિક્ષણમાં પ્રદાન કરવાનું છે. ઉપરાંત ખેતીમાં પણ પ્રદાન કરવાનું કામ ચાલી રહ્યું છે. ખેડુત વિના જીવન જીવવું નકામું છે. ઉપરાંત શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને પારંપારીક શિક્ષા પણ આપવામાં આવે. નાનપણથી જ બાળકોને યોગ તરફ પ્રેરિત કરવા જોઈએ અને સ્કુલમાં પણ યોગ વિશે જાગૃતતા ફેલાવવી ખૂબજ જરૂરી છે.
પંતજલિ ચિકિત્સાલયમાં લોકોને નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે
ગૌ સેવાની જયારે વાત આવે આવનારા ૫ થી ૧૦ વષૅમાં જ ગૌધામ પ્રસ્થાપિત કરવાના છે. ગાયનું ગૌમુત્ર ખૂબજ કામનું છે. આજે પણ પતંજલીની પ્રોડકટસ બહાર પડે છે. અને આ પ્રોડકટશ બહાર પાડવાનો ઉદેશ ગૌ સેવા કરવાનો છે. દરરોજ લગભગ ૩ લાખ લીટર જેટલુ ગૌમુત્ર જરૂર પડે છે. લોકો ગાય વસાયી ગૌ-મુત્ર આપે તે દિશામાં ગૌ સેવા કરવાનું કામ ચાલુ છે. કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન કરવા માટે જૈવિક ખેતીમાં લક્ષ્ય સાધ્યું છે. જૈવિક ખેતીને લઈને લોકોને જાગઙઅતતા ફેલાવવામાં આવે જે માટે કૃષિ કોલેજની પણ સ્થાપના કરવાની છે. જેની પાસે જમીન નથી પણ ખેતી કરવા માંગે છે. તો તેને સહાય કરવાનો ઉદેશ છે. અંતમાં તેઓએ જણાવ્યું હતુ કે બાળકોમાં જનરેશન ગેપ દૂર કરી યોગ પ્રત્યેનું મહત્વ વધુ થાય તે માટેનો સૌએ પ્રયત્ન કરવો જોઈએ.
ધારેશ્ર્વર મંદિર ખાતે યોગ શિબિરનો લાભ લેવા બહેનો ઉમટી પડ્યા
ધારેશ્ર્વર મંદિર ખાતે યોગ શિબિરમાં યોગ ગુરૂ બાબા રામદેવના શિષ્ય સાઘ્વી દેવાદિતીજી યોગ શિબિરમાં હાજર રહ્યા હતા. આ શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા.
સાઘ્વી દેવાદિતી યોગગુરૂ બાબા રામદેવના શિષ્યાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં મારો પ્રવાસ નક્કી થયો છે. દરેક જીલ્લામાં ૩ દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા અમારી પુરી પતંજલીની ટીમ હાજર છે. સંગઠનના લોકોએ એક પ્રયાસ કરીને અદભૂત આયોજન કર્યુ છે.
યોગનું મહત્વ દરેકના જીવનમાં છે. અત્યારે ભાગદોડવાળી જીંદગીમાં ડિપ્રેશન, ટ્રેસ કે ગમે તે પ્રકારના રોગની વાત કરીએ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રો, અસ્થમા વગેરેનું એનાલીસીસ કરીએ તો ખબર પડે કે આ રોગ નથી પરંતુ વાસ્તવિકતામાં આપણી લાપરવાહી છે. જે અત્યારની લાઇફ-સ્ટાઇલમાંથી આવી છે.
યોગની ચર્ચા કરીએ કે તેનું ઉત્પતિ કયારથી થઇ તો તે આધુનિક નથી. પરંતુ જ્યારથી સૃષ્ટિની ઉત્પતિ થઇ ત્યારથી આપણું યોગ ચાલ્યું આવે છે. ઇશ્ર્વરીય વિદ્યા છે જે ઇશ્ર્વરને આપણે સ્વસ્થ શરીર આપ્યું છે અને આપણે ભાગદોડ તો જ કરી શકીએ કે આપણી પાસે સ્વસ્થ શરીર હશે. કોઇનું પણ જીવનમાં આપણે જોઇએ કે તેના માટે ભોજન આવશ્યક છે. તો તે પ્રમાણે એક કલાક માટે યોગ માટે પણ સમય દેવો જોઇએ જે પણ ખુબ જ આવશ્યક છે. ભોજન ભલે છુટી જાય પણ યોગ છુટવું ન જોઇએ.
યોગગુ‚ કિશોરભાઇ પઢીયારે કહ્યું હતું કે, ધારેશ્ર્વર મંદિર ટ્રસ્ટ તરફથી ધારેશ્ર્વર યોગ મિશને ૧૦ વર્ષથી અહીંયા જગ્યા વાપરવા આપી છે અને અહીં ૧૦ વર્ષથી યોગ ક્લાસ ચલાવીએ છીએ અને મારી પાસે તૈયાર થયેલા બહેનો રાજકોટમાં ૫૦ જગ્યાએ યોગ સેન્ટર ચલાવે છે. અમારો એક જ હેતુ છે કે જે લોકોના પૈસા દવાઓ પાછળ બેફામ ખર્ચાય છે છતા આરોગ્યમાં યોગ્ય ફાયદો થતો નથી અને સાઇડ ઇફેક્ટ થાય છે તો અમે એવુ ઇચ્છીએ છીએ કે આરોગ્યની જાગૃતિ સાથે અને પોતાના પ્રાણવાયુનો ઉપયોગ પોતાના માટે કરીને પોતાના આરોગ્યનું રક્ષણ કરે. પોતાનો સમય, શરીર અને શક્તિ પોતાના શ્ર્વાસ દ્વારા પોતાનું શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક અને આઘ્યાત્મિક વિકાસ કરે. યોગ એવી ક્રિયા છે જેમાં કોઇ સમસ્યા બાકી રહેતી નથી. મરણ કે માનવમાંથી મહામાનવ સુધીની યાત્રા એ યોગ છે. આત્માથી પરમાત્મા સુધીની યાત્રા યોગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,