જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘મિલેટ્સ યર’ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટીવલ યોજાયો
વધતાં રોગો-બિમારીઓ સામે વિસરાયેલા તૃણ ધાન્ય એટલે કે, જૂવાર, બાજરા, રાગી, મોરૈયો, સામો વગેરે પોતાના આહારમાં સામેલ કરવા પડશે. સાથે જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું પડશે. તેવો સૂર જૂનાગઢમાં ઈન્ટરનેશનલ મિલેટ્સ યર-2023ના સંદર્ભમાં આયોજિત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટિવલમાં ઉઠ્યો હતો.
ખેતીવાડી ખાતુ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એન.એફ.એસ.એમ. (ન્યુટ્રી -સીરીયલ) યોજના હેઠળ આયોજિત ડિસ્ટ્રીક્ટ ફેસ્ટિવલમાં તજજ્ઞો અને પ્રગતિશીલ ખેડૂતોએ મિલેટ્સ એટલે કે, તૃણ ધાન્યની ખેતિ અને તેનાથી આરોગ્યલક્ષી થતા ફાયદોઓ સંદર્ભે પોતના વિચારો વ્યક્ત કર્યાં હતાં.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પી.વી. ચોવટીયાએ જણાવ્યું કે, આધુનિકતાની સાથે આપણી સંસ્કૃતિને જાળવી રાખીશું તો, સમૃદ્ધની સાથે સુ:ખી પણ થઈ શકીશું. ફોરેન-વિદેશની દરેક વસ્તુ કે બાબતોને શ્રેષ્ઠ માની અપનાવવાની આપણી માનસિકતા રહેલી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ ‘યોગા’ના સ્વરૂપમાં આવ્યો તો લોકોએ ઝડપથી તેને સ્વીકૃતિ આપી. સાથે જ તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર જાહેર થવાથી બાજરા જેવા તૃણ ધાન્યની માંગ પણ વધવાની છે. જેથી ખેડૂતોને તૃણ ધાન્યનું વાવેતર કરવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
સાવજ ડેરીના ચેમમેન દિનેશ ભાઈ ખટારીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સમગ્ર વિશ્વ ઝીલી, વર્ષ-2023ને મિલેટ્સ યર જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કૃષિ અને જનઆરોગ્યને એક નવો આયામ મળશે. આ સાથે તેમણે, દિકરા-દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા પર ભાર મૂકવાની સાથે આપણી સંસ્કૃતિ અને વારસાનું જતન થાય તે માટે સંસ્કાર આપવાનું જણાવતા કહ્યું કે, શિક્ષિત યુવાઓ પણ પશુપાલન-કૃષિ ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાધી શકે તેમ છે. તેમ તેમણે સઉદાહરણ જણાવ્યું હતું.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દિપક રાઠોડે રાજ્યાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતીના સંદેશને દોહરાવતા જણાવ્યું કે, પ્રાકૃતિક અપનાવવા માટેનો સમય આવી ગયો છે. વ્યસનની જેમ ધીમે ધીમે જમીનને પણ રાસાણિક ખાતર-દવાઓથી દૂર કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતિ તરફ વળી શકાશે. આમ, પ્રકૃતિ તરફ પાછા વળવાથી જનકલ્યાણ સાધી શકાશે.
આ પ્રસંગે જામનગર ખાતેના બાજરા સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડો. કે.ડી. મુંગરાએ સ્થાનિકથી માંડી વૈશ્વિક પરિપ્રક્ષ્યમાં મિલેટ્સના ઉત્પાદન, ફાયદા, ન્યુટ્રીશન વેલ્યુ સહિતના મુદ્દાઓને આવરી લઈ, માહિતીસભર પ્રજન્ટેશન રજૂ હતું. આ પ્રસંગે બાજરાની કરતા પ્રગતિશીલ અમરેલીના બાબાપુરના ખેડૂત રમેશભાઈ ગોંડલીયા અને માંગરોળના શેપાના વિજયભાઈ પરમારે તૃણ ધાન્ય પાકના સંદર્ભે પોતાના વિચારો-અનુભવો વક્ત કર્યાં હતા. આ સાથે નાગલીના ખેતિના કરતા પાયલબેન કંટાળીયાએ મેલેટ્સના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી.કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતિવાડી અધિકારી જે.ડી. ગોંડલીયાએ શાબ્દીક સ્વાગત અંતમાં મદદનીશ ખેતિ નિયામક એન.વી. ચૌહાણે આભારવિધિ કરી હતી.