અબતક, રાજકોટ

દિલ્હી સ્થિતિ વિવિધ સમાજસેવી અને ધાર્મિક સંસ્થાઓ જેમાં સેવા ભારતી, ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શ, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લીવીંગ, સેવા ભારતી વગેરે સંસ્થાઓના બનેલા સંયુક્ત મંચ કોવીડ રિસ્પોન્સ ટીમ અંતર્ગત 11 મે થી શરુ થયેલી પોઝીટીવીટી અનલીમીટેડ લેકચર સીરીઝના સમાપન પ્રસંગે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક  મોહનજી ભાગવતે વર્તમાન સંક્ટ પર આજે વ્યાખ્યાન આપ્યું હતું.

મોહનજીએ કહ્યું કે  પરિવારને પ્રશિક્ષિત  કરવાનો આ સમય છે, માસ્ક પહેરવો, પર્યાપ્ત શારીરિક અંતર જાળવવું સેનીટાઈઝરનો ઉપયોગ, સ્વચ્છતા જાળવવી, પોષ્ટિક આહાર લેવો – આ બધી વાતો ખબર છે  પરંતુ આ વાતોથી સાવધાની રાખવી  આવશ્યક છે. સાવધાની હટી કે દુર્ઘટના ઘટી.

કોવિડ રિસ્પોન્સ ટીમ અંતર્ગત શરૂ થયેલી પોઝિટીવીટી અનલીમીટેડ લેકચર સીરીઝના સમાપન પ્રસંગે આર.એસ.એસ. સંઘના સર સંઘ ચાલક મોહન ભાગવતનું વ્યાખ્યાન

મોહનજી ભાગવતે સંઘ સ્થાપક ડો. કેશવ  બલીરામ  હેડગેવારને યાદ કરતા  કહ્યું કે ડો. હેડગેવારે એમની કિશોર અવસ્થામાં પ્લેગની મહામારીમાં લોકોની સેવા કરતા કરતા એમના માતા પિતા બંને સ્વર્ગવાસ થયા  એ વખતે પુરતી દવાઓ પણ નહોતી પરંતુ એના કારણે એમના મનમાં સમાજ પ્રત્યે નિરાશા આવી નહોતી, પરંતુ આ માતા પિતાના વિયોગના દુખમાંથી સમગ્ર  સમાજ પ્રત્યે  નિરપેક્ષ આત્મીયતાનો સ્વભાવ બનાવ્યો.

એમણે બ્રિટનના પૂર્વ પ્રધાન મંત્રી ચર્ચિલની એક વાત પણ યાદ કરી  ચર્ચીલે કહ્યું હતું કે આપણે હારની ચર્ચા કરવામાં રસ નથી ધરાવતા, આપણે  જીતવાનું છે સંપૂર્ણ રાષ્ટ્રે જીતવાનું છે મોહનજી ભાગવતે ઉમેર્યું કે જીતનો સંકલ્પ મહત્વનો છે એટલું  જીત મેળવવા કરવા પડતા પ્રયાસના સાતત્યનું મહત્વ છે. પ્રથમ લહેર પૂરી થઇ પછી આપણે ગફલતમાં આવી ગયા, હવે જયારે ત્રીજી લહેરની વાત ચર્ચાઈ રહી છે ત્યારે એનાથી ડરવાનું નથી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.