21મી સદી નું વિશ્વ હવે ટેકનોલોજીના સહારે પરગ્રહ પર પાંખો ફેલાવવા માટે સજ બની ગયું છે, ટેકનોલોજીના આવિષ્કાર થી હવે કાળા માથાના માનવી માટે કંઈ અઘરું કે અશક્ય રહ્યું નથી, તબીબી વિજ્ઞાનના નિત નવા સંશોધનો ના કારણે અંગ પ્રત્યારપણ, દવાઓનીશોધ અને ટેકનોલોજીના કારણે મનુષ્યની ઉંમર સવાસો વર્ષથી વધુ સહજ થઈ જવાની આશાઓ ઊભી થઈ છે ટેકનોલોજીથી માનવી દિગ્વિજય બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ વિકાસની દોટ માં સતત પણે ભુલાતી જતી પર્યાવરણની જતનની જવાબદારી મોટા અનર્થ સર્જવા માટે મહાકાય રાક્ષસનું રોદ્ર રૂપ ધારણ કરવા લાગી છે અને 21મી સદીમાં વિશ્વ વસમી પરિસ્થિતિમાં આગળ ઘસરાઈ રહ્યું છે .
આબોહવા પરિવર્તનથી જનજીવનને મોટી અસર થશે અને બીમારીઓનું પ્રમાણ પણ વધવાની દહેસત સેવાય રહી છે પ્રદૂષણ ને જો અટકાવવામાં નહીં આવે તો જીવન અને આરોગ્ય સાચવવાનું ખર્ચ એટલો બધો થઈ જશે કે જીવવું જ મુશ્કેલ થઈ પડશે ..ભારત સહિત સમગ્ર એશિયાના દેશોમાં આબોહવા પરિવર્તન વધુ ઝડપથી થઈ રહ્યું છે પર્યાવરણ જાળવણીના માપદંડો સતવાતા નથી, સતત પણે વધતા જતા તાપમાનથી બરફના ગ્લેસીઅલ ઓગળતા દેખાય છે પરંતુ અન્ય જૈવિક પરિવર્તન દેખાતા નથી પરંતુ તે ભયંકર પરિણામો આપવા માટે નિમિત બનશે.શ
ગ્લોબલ વોર્મિંગ ની આડઅસરથી પર્યાવરણ માં બદલાવ બદલાયેલા પર્યાવરણના કારણે આરોગ્ય ની સ્થિતિ માં ભયંકર ઉતાર ચડાવ આવશે પર્યાવરણની દુરોગામી અસરના કારણે જીવનશૈલી કૃષિ જીવસૃષ્ટિ માં આવનારા બદલાવો આર્થિક નુકસાન નું કારણ તો બનશે જ સાથે સાથે આ પરિસ્થિતિને નિવારવા કે તેનાથી બચવા માટે માનવ શરમથી લઈને આર્થિક ખર્ચાથી સમગ્ર દુનિયા આર્થિક ભાઈ માલ બની જશે અને આ જ પરિસ્થિતિ રહી તો આગામી થોડા વર્ષોમાં જ આર્થિક વૃદ્ધિદર માયકાંગનું બનીને શિથિલ થઈ જશે તેનાથી કુદરતી આપતો અને સંકટથી પણ વધારે ખરાબ પરિસ્થિતિમાં માનવજાત સપરાઈ જશે હજુ સમય છે પ્રદૂષણ ઘટાડવા માટે શક્ય એટલા પગલા ઝડપથી લેવાય અને આબોહવા પરિવર્તન ની રફતાર ઘટાડીને પર્યાવરણનું સંતુલન જાળવવામાં સફળ થશું તો આવનારો ખરાબ સમય જરૂરથી અટકાવી શકાશે. પરંતુ જો વિકાસની આ જ આંધળી દોડ જારી રહેશે તો પૃથ્વી અને માનવ સમાજને પાય માલીથી કોઈ નહીં બચાવી શકે તે હવે સમજી લેવાનો સમય પાકી ગયો છે.