સ્યુસાઇડ નોટની એફએસએલ તપાસ કરાવો
નિષ્પક્ષ તપાસ કરી પગલા લેવા ડીએસપીને રજુઆત
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વસવાટ કરતા હિતેશ પરમાર નામના મેડીકલ સ્ટોર સંચાલકે પરમદિવસ રાત્રે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લેવાના મામલામાં પરિવારજનોની ગઈકાલે એસ.પી. ને રજૂઆત બાદ સી ડીવીઝનમાં સુસાઈડ નોટ આધારે બિલ્ડર રમણભાઈ મોરઝરિયા અને કનુબોસ સામે કલમ ૩૦૬ મુજબ ગુન્હો નોંધાયો હોત.
ગણતરીની કલાકોમાં બન્ને બિલ્ડરોએ પોતાનો પક્ષ રાખવા સામેથી જ એસ.પી.કચેરી ખાતે આ મામલામાં સત્ય શું છે તેની રજૂઆત અર્થે પહોચ્યા હતા, જો કે એસ.પી.એ મુલાકાત આપી બન્ને બિલ્ડરોએ પોતાની રજૂઆત મીડિયા સમક્ષ કરી અને સત્ય શું છે તેની તટસ્થ તપાસ થાય તેવું જણાવ્યું હતું.
કનુભાઇ બોસ તથા રમણભાઇ મોરઝરીયાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં અમે ગુનેગાર નથી. પોલીસ વડા માત્ર સ્યુસાઇડ નોટના આધારે પગલાને બદલે સ્યુસાઇડ નોટની એફએસએલ કરાવે ઉ૫રાંત બનાવમાં નિષ્યક્ષ અને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, અમે અમારા ફોનથી ડીટેઇલ તથાન અમે તથા પરિવારજનો તમામ પુછપરછ માટ સહયોગ આપવા બંધાયેાલ છીએ.
અમે છેલ્લા ૪૦ વર્ષથી બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ આજ સુધીમાં અમારી સામે કોઇએ ફરીયાદ કરી નથી કે અમે કોઇને દબાણ કર્યુ નથુ કે ત્રાસ આપ્યો નથી. અમેને ખોટી રીતે ભુમાફીયાનું લેબલ લગાવી દેવાયું છે. અમે વ્યવસ્થિત વ્યવસાય કરીએ છીએ અમે કયાંક જમીન પચાવી નથી, પડાવી લીધી નથી. પોલીસ આ કેસમાં સઘન અને નિષ્પક્ષ તપાસ કરે અને દોષિત હોઇશું તો અમે જે સજા થાય એ ભોગવવા તૈયાર છીએ તેમ બન્નેએ જણાવાયું છે.
મેડિકલ સ્ટોર સંચાલક આપઘાત કેસમાં તત્કાલ પગલા ભરો: સતવારા સમાજ
મૃતકના પત્ની, સતવારા સમાજનું જિલ્લા પોલીસ વડાને આવેદન
શહેરના મેડિકલ સ્ટોર સંચાલક આપઘાત કેસમાં સંડોવાયેલા બે બિલ્ડરો સામે કડક અને નમુનારૂપ પગલા લેવા મૃતકના પત્ની તથા સતવારા સમાજે ડીએસપીને આવેદન પાઠવી રજુઆત કરી છે. સતવારા સમાજના જામનગર તાલુકાના જુનાનાગના ગામના હિતેશભાઈ ચંદ્રકાન્ત પરમારને જામનગરના ભુમાફીયા-બિલ્ડર કનુભાઈ તથા રણમલભાઈએ જુનાનાગના ગામે આવેલ ખેતીની જમીનમાં પેશકદમી કરવા અને જમીન ખાલી કરી ત્યાંથી જતા રહેવા અવાર નવાર ધમકીઓ આપી હતી. કનુભાઈના મો.૯૦૯૯૯ ૨૯૨૯૨ તેમજ રણમલભાઈના મો.૯૮૨૪૮ ૦૦૩૩૩ ઉપરથી અવાર-નવાર બન્ને ભુમાફીયાઓ અવાર નવાર જમીન છોડીને ચાલ્યા જવાની ધમકી આપતા હતા.
ગઇ તા.૯/૧૦/૨૦૨૦ના રોજ રાત્રીના ૧૦ વાગ્યે હિતેશભાઈ ચંદ્રકાન્ત પરમારે સુસાઈટ કરી લીધું અને તેમનું મૃત્યુ થયું હતું. તેના કબજામાંથી સુસાઈટ નોટ મળી આવી છે જે સુસાઈટ નોટમાં પણ આ બન્ને ભુમાફીયાઓના નામ છે તેમજ અવાર નવાર ધમકી આપેલી છે અને જમીન છોડી ચાલી જવાની વિગતો પણ લખાયેલી છે. ઉપરોકત બન્ને મોબાઈલ નંબરમાંથી ફોન આવેલ છે તે પણ લખી આપેલા છે. સુસાઈટ નોટ લખેલી તેમજ બન્ને નંબર ઉપરથી એવું ફલિત થાય છે કે આ બન્નેએ વારંવાર માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. આ ઉપરાંત સુસાઈટ નોટ ઉપરથી પણ જાણવા મળે છે. તેમજ આવી રીતે જામનગર શહેરની આજુબાજુમાં આવેલી સતવારા સમાજના અન્ય લોકોની જમીનમાં પણ આવી પેશકદમી કરી હોય ઉપરોકત વિષયે સુસાઈડ કરનાર હિતેશ ચંદ્રકાન્ત પરમારના મૃત્યુની યોગ્ય તપાસ કરી તાત્કાલિક વિના વિલંબે પગલા લેવા સમાજે રજુઆત કરી છે.