પોતાની સુંદરતા દરેકને વધારવી ગમતી હોય છે. અનેકવાર બહાર જતી વખ્તે કે બહારથી આવ્યા બાદ વ્યક્તિ પોતાનું મુખ ધોતા હોય છે કારણ તેનાથી તેનું મુખ સાફ થઈ જાય છે. અલગ-અલગ નાના કે મોટા નુસખા કોઈની સલાહથી કે પોતે જાતે કરતાં હોય છે જેનાથી તેની સુંદરતા વધી શકે. આવા અનેક અખતરા બાદ કાતો તેને નવું શીખવા મળતું હોય છે કાતો તે પોતાની ત્વચાની વધુ સુંદર બનાવી શકતા હોય છે.
ત્યારે રોજિંદા જીવનમાં એવી અનેક ભૂલો દરેક અજાણતા કરી નાખતા હોય છે જેનાથી તેની ત્વચાને ખૂબ મોટું નુકશાન થતું હોય છે. તો શું તમને ખબર છે આ ભૂલો વિશે ? તો આજે આ અવશ્ય વાંચો અને આવી ભૂલો અટકાવો.
મીઠાને ટાળો
રોજિંદા જમવામાં દરેકના સ્વાદ અલગ-અલગ હોય છે. કોઈને તીખું તો કોઈને મીઠું તો કોઈને ખારું વધારે ભાવતું હોય છે. ત્યારે વધુ પ્રમાણમાં મીઠાનું સેવન તમારી ત્વચામાથી જરૂર કરતાં વધુ થાય તો તેમાથી તે મોઇશર ખેચી લે છે જેના કારણે ત્વચાની સોફ્ટનેસ અને સુંદર દેખાવનો અભાવ થાય છે.
ચિંતા ઘટાડો
દિવસમાં ઉઠતાંની સાથે અનેક કામ તેમજ પ્રશ્નોનું નિરાકરણ લાવા માટે મનમાં અનેક સવાલો ઉદભાવતા હોય છે. જેનાથી ક્યારેક તેજ ચિંતા તમારી ત્વચાને ઘટાડી શકે છે. તો વધુ ચિંતાના કરવી કારણ તેનાથી અનેક મુખના અનેક પ્રતિભાવોને કારણે સમય સાથે ત્વચાને નુકશાન પહોચી શકે છે. તો ગમતી વસ્તુને વધુ કરો અને ચિંતા દૂર કરો.
કોફી ના પીવો
દિવસમાં જે વ્યક્તિને ચા કે કોફી પીવાની ટેવ હોય તે પણ ત્વચા નુકસાન કરી શકે છે. જ્યારે કોફીની વાત આવે તો તેમાં મુખ્ય રીતે સારા પ્રમાણમાં કેફિન હોય છે જે તમારી ત્વચાને ખૂબ નુકશાન કરી શકે છે. ત્યારે તેના કારણે સમય જતાં ત્વચા પર કરચલી તેમજ ત્વચા સુકાય પણ જાય શકે છે.
વેઇટ લોસને અટકાવો
જ્યારે શરીર વધી જતું હોય તો ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે ડાઈટ કરતાં હોય છે. ક્યારેક તેના કારણે પણ શરીરમાથી જરૂરી પ્રમાણમાં વિટામિનની ઘટ થવાના કારણે તમારી ત્વચા પર અનેક સ્ટ્રેચ માર્ક કે ત્વચા લુઝ થવા માંડશે જેનું ખાસ ધ્યાન લેવું. જો જરૂર હોય તો અવશ્ય કરો પણ ના હોય તો તેને ટાળો.
ગરમ પાણીમાં ના રહો
કોઈને ગરમ તો કોઈને ઠંડુ પાણી સદતું હોય છે. ત્યારે વધારે પડતાં ગરમ પાણીમાં નાવાથી ધીમે-ધીમે ત્વચામાથી તેનું પ્રથમ પળ નીકળી જશે ત્યારબાદ ત્વચા એકદમ ખરબચડી થતી જશે ત્યારબાદ કોઈપણ ક્રીમથી તેને દૂર કરી શકાશે નહીં અને તમારી ત્વચા અને સુંદરતા ઘટતું જશે.
તો આ બાબતનું ખાસ રોજિંદા જીવનમાં ધ્યાન રાખો તેનાથી તમારી ત્વચાને વધુ સુંદર બનાવી શકાય છે અને આ વસ્તુ જો તમે કરતાં હોય તો તેને અત્યારે જ અટકાવી દેજો. તોજ સુંદરતા નિખરશે.