શામ સેવા ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલકીટનું વિતરણ કરાયું
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન શામ સેવા ફાઉન્ડેશન અને ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલ દ્વારા રાજ્યની 12થી વધુ શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આશરે 600થી પણ વધુ સ્કૂલબેગ, સ્લેટ અને અન્ય શૈક્ષણિક કિટનું વિતરણ કરી ઉત્કૃષ્ટ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું
અમદાવાદ જીલ્લાની ધોળકા, બાવળા, સાણંદ નળકાંઠાની શાળાઓમાં મુખ્યત્વે દેવધોલેરા પ્રાથમિક શાળા,શ્રી રાજવાળા પ્રાથમિક શાળા,વનાળીયા પ્રાથમિક શાળા,શ્રી મેટાલ પ્રાથમિક શાળા, દેવથલ પ્રાથમિક શાળા,નવાપરા દેવડથલ પ્રાથમિક શાળા, કાણોતર પ્રાથમિક શાળા, જીવનશાળા કેશરડી, પે સેન્ટર શાળા બલદાણા,ડુમાલી પ્રાથમિક શાળા,સાઢીંડા પ્રાથમિક શાળા આમ કુલ 12 શાળાઓમાં આશરે 600 શૈક્ષણિક કીટ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવી હતી. આ ઉપરાંત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાવળા તાલુકાની ડુમાલી પ્રાથમિક શાળામાં 150થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દેવધોલેરા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં યોજાયેલ સમૂહ લગ્નમાં ક્ધયાદાનમાં 11 દિકરીઓને પાનેતરનું દાન મગનભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શામ સેવા ફાઉન્ડેશનનાં ઉપપ્રમુખ અંકુરભાઈ ભાલોડીયા તેમજ જીલ્લા અને તાલુકા પંચાયતનાં સરપંચો, બાવળા તાલુકાનાં ઉઙઘ શ્રીમતી લક્ષ્મીબેન ચૌહાણ, તાલુકા ઉપપ્રમુખ શ્રી ગીરીશભાઈ ડાભી, સંદિપભાઈ, આચાર્ય ભાનુબેન એમ.પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્કૂલ કિટ વિતરણ પ્રસંગે મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની 20 હજાર જેટલી સ્કૂલો ગ્રામ્ય વિસ્તારમાં છે. સરકાર દ્વારા ઘણી બધી પ્રવૃતિઓ જેવી કે સ્માર્ટ ક્લાસ, પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ વગેરે કરવામાં આવતી હોય છે.જો સરકાર સાથે સમાજની વિવિધ ગૠઘ તેમજ વ્યક્તિગત રીતે આ કાર્યમાં જોડાઈશુ તો દેશમાં એક મંદિર બનાવવા કરતા પણ મોટું કામ થયેલું ગણાશે અને જે રીતે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમની કેન્દ્રીય મંત્રી મંડળની ટીમ જે રીતે દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે તેનાથી દેશનાં નાગરિકોનું સ્વપ્ન સિદ્ધ અચૂક થશે.