વિવાદી ડે.કલેક્ટરનો જમીન ખાનગી ઠેરવતો હુકમ સચિવે રદ્ કર્યો: તત્કાલીન કલેક્ટરે પણ સુઓમોટો કરી ડે.કલેક્ટરનાં હુકમને રીવીઝનમાં લઇને જમીન સરકારી હોવાની ચુકાદો આપ્યો હતો. વાવડીની સરકારી જમીન ખાનગી ઠેરવવાના અલગ-અલગ પાંચ પ્રકરણ!: એક પછી એક પ્રકરણમાં ધાક બેસાડતા ચૂકાદાથી અનેકના અરમાનો ઉપર પાણીઢોળ: ઉંડાણપૂર્વકની તપાસથી પડદા પાછળ રહેલા અનેક મોટા માથાઓ બેનકાબ થઇ શકે છે

રાજકોટ તાલુકાના વાવડી ગામે સરકારી જમીન ખાનગી ઠેરવી દેવાના વિવાદી તેમજ ભાંગેડુ ડે. કલેક્ટરના હુકમને સચિવે રદ કરીને જમીન સરકારી ઠેરવી છે. જો કે અગાઉ પણ તત્કાલિન કલેક્ટરે પણ સુઓમોટો દાખલ કરી આ પ્રકરણમાં જમીન સરકારી ઠેરવી હતી.

રાજકોટ તાલુકાના વાવડી ગામની 10 હજાર ચોરસવાર જમીન 40 વર્ષથી વધુ સમય સિધી સરકારી હેડે ચાલતી જમીનની નોંધ ખાનગી આસામીનાં ખાતે પાડી દેવામાં આવી હતરી. જે રિવિઝનમાં લઈને કલેકટરે રદ કરી નાખી હતી. એ હુકમ સામે સચિવ વિવાદ સમક્ષ કરાયેલી અપીલ નામંજૂર રાખીને કલેકટરનો હુકમ કાયમ રાખવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પણ મામલતદાર અને નાયબ કલેકટર કક્ષાના બે વિવાદાસ્પદ અધિકારીની કાર્યવાહી કાયદા વિરૂધ્ધની જણાઈ છે.

કોઠારીયા વાવડીના ભાયાત તજુભા રામસિંહ વગેરે પાસેથી રાજકોટ-ગોંડલ રોડ પરની 20 હજાર ચોરસવાર જમીન પોપટલાલ ધનજીભાઈ માલવીયાએ ખરીદ કર્યા બાદ તેમાંથી 10 હજાર ચોરસવાર જમીન નરેન્દ્ર વડેરાએ ખરીદ કરેલી, જેમાંથી પાંચ પાંચ હજાર ચોરસવાર જમીન નયનાબાળા અને સરલાબેનને વેચાણ અપાતા કામદાર એન્ડ કંપનીના નામે ભાગીદારી કરવામાં આવી અને 1975 થી 2007 દરમિયાન પાંચ દસ્તાવેજ મુજબ જમીન જય ઓઈલ મીલ પેઢીમાં આપી છે. વર્ષ 2018માં જમીનના રેવન્યુ રેકર્ડમાં ફેરફારની નોંધ દાખલ થઈ, જે મામલતદારે પ્રમાણીત કરી. એ નોંધ અનિયમિતાપૂર્વક અને ગેરકાયદે જણાતા સૂઓમોટો રિવિઝનમાં લઈને કલેકટરે 2019માં રદ કરતા પેઢીના ભાગીદારોએ રિવિઝન અરજી આપી હતી. હવે. મહેસુલ વિભાગ (વિવાદ)ના સચિવે એ ફેર તપાસ અરજી નામંજૂર કરતા હુકમમાં ટાંકયું છે. કે આ નોંધ રેકર્ડ ઓફ રાઈટ્સની જોગવાઈની કોઈપણ પ્રકારની પધ્ધતિ અનુસર્યા વગર દાખલ થવાનું જણાય છે.

ગૌચરમાં સમાવિષ્ટ આ જમીન અંગે પ્રાત અધિકારી સમક્ષ 37 (2) હેઠળ અરજી થયેલી, જે વિથડ્રો કરાતા નાયબ કલેકટર રાજકોટ શહેર 2 એ માન્ય રાખી પરંતુ તેનાથી જમીન ખાનગી હોવાનું પ્રસ્થાપિત નથી થતુ, છતા મામલતદારે સરકારી હેડ ચાલતી જમીન ખાનગીના નામે નોંધ દાખલ કરી પ્રમાણિત કરેલ છે, જે બાબત પણ કાયદેસર નથી. વાવડીના ભાયાતને ઓર્ડિનન્સની જોગવાઈ લાગુ ન પડે અને ઉત્તરોતર વેચાણ નોંધો ન થવાથી ગુંચવાડો થયો તે દલીલ સ્વીકારવા પાત્ર નથી. આ પ્રકરણમાં મામલતદારે આશરે 40 વષ કરતા વધઉ સમયથી સરકારી હેડે ચાલતી જમીન ખાનગીના નામે કરવા નોંધ દાખલ કરી પ્રામરિક કરેલ તેમજ સરકારી ઓથોરીટીને 135 ડીની નોટીસ ઈસ્યુ કર્યા વગર વિવાદી જમીનની નોંધ પ્રમાણિત કરવામાં આવી હતી. ડે. કલેકટરના આવા હુકમ સામે જિલ્લા કલેકટરે સુઓમોટો કરી રીવીઝનમાં લીધો હતો અને ડે. કલેકટરે ખાનગી ઠેરવેલ સરકારી જમીનના ચૂકાદાને રદ કરી જમીન સરકારી હોવાનો ચૂકાદો આપવામાં આવેલ હતો.

કલેકટરના ચૂકાદા સામે અરજદારોએ મહેસૂલ સચિવ વિવાદ સામે અપીલ કરવામાં આવી હતી જે કેસ ચાલતા જમીન પ્રમોલગેશનથી શ્રી સરકાર બોલતી હોય તેન માલીકી હકકના વિવાદ બાબતે સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા નિર્ધારીત કરવામાં આવેલ છે તેમજ અરજદાર દ્વારા કાયદાની યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વગર સરકારી જમીન ખાનગી ઠરાવવાની કાર્યવાહી થયેલ હોવાથી અરજદારની રજૂઆત ગ્રાહ્ય રાખવ પાત્ર નથી તેથી જિલ્લા કલેકટરે આપેલ ચૂકાદાને માન્ય રાખવામાં આવ્યો હોવાનો હુકમ કર્યો છે. વાવડીની કરોડો રૂપીયાની સરકારી જમીન ખાનગી ઠેરવવામાં અલગ અલગ પાંચ પ્રકરણ ચાલી રહ્યા છે. તેમાં આ જમીનના કેસનાં આધારે અન્ય જમીન સરકારમાંથી છૂટી કરાવવાનાં પ્રયત્ન કરવામં આવી રહ્યા છે. તેમાં શહેરના મોટામાથાઓનો સમાવેશ થાય છે. પરંતુ મહેસુલ સચિવે જમીનનો વિપરીત ચૂકાદો આપતા અનેકના અરમાનો ઉપર પાણી ઢોળ થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.