ટીબી રોગ દિવસ 2025 ઉજવવામાં આવે છે. વિશ્વ ટીબી દિવસ 2025ની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટીબી રોગ વિશે જાગૃતિ વધારવાનો અને ટીબીના નિયંત્રણમાં થયેલી સિદ્ધિઓને યાદ કરાવવાનો છે. તમને જણાવી દઈએ કે, ટીબી એક ગંભીર ચેપી રોગ છે, જે દર વર્ષે લાખો લોકોના જીવ લે છે. જોકે, સારી વાત એ છે કે આ રોગને યોગ્ય સમયે ઓળખીને, આ રોગ સંપૂર્ણપણે મટાડી શકાય છે. તો જાણો વિશ્વ ટીબી દિવસ 2025નો ઇતિહાસ, મહત્વ અને થીમ….
ઇતિહાસ :
1982 થી દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી રોગ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય ડૉ. કોચ દ્વારા શોધાયેલા બેક્ટેરિયા (માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ) ની વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે.
મહત્વ :
વિશ્વ ટીબી દિવસની ઉજવણી પાછળનો હેતુ સામાન્ય લોકોને ટીબી રોગના લક્ષણો, કારણો અને નિવારણ પદ્ધતિઓ વિશે માહિતી આપવાનો છે. અહેવાલો અનુસાર, વર્ષ 2000થી ટીબી નાબૂદ કરવાના વૈશ્વિક પ્રયાસોએ અંદાજે 7 કરોડ લોકોના જીવ બચાવ્યા છે.
થીમ :
આ વર્ષે વિશ્વ ટીબી દિવસ 2025ની થીમ ‘આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ: પ્રતિબદ્ધ થાઓ, રોકાણ કરો, પહોંચાડો’ છે. આ થીમનો ઉદ્દેશ્ય વિશ્વને સંદેશ આપવાનો છે કે સામૂહિક પ્રયાસો અને જાગૃતિથી ટીબી નાબૂદ શક્ય છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા, વર્ષ 2024 માં, વિશ્વ ટીબી દિવસની થીમ “હા! આપણે ક્ષય રોગનો અંત લાવી શકીએ છીએ!” હશે.
ટીબીના લક્ષણ :-
- 3 અઠવાડિયા અથવા તેનાથી વધારે સમય સુધી ખાંસી રહેવી
- છાતીમાં દુખાવાનો અનુભવ થવો
- ખાંસતી વખતે અથવા ખાંસી ખાધા બાદ લાળમાંથી લોહી આવવું
- ખૂબ જ વધારે થાક અને નબળાઇ અનુભવવી
- અચાનકથી વજન ખૂબ જ વધારે ઘટી જવું
- ભૂખ ન લાગવી
- ધ્રૂજારી અનુભવવી અને તાવ આવવો
- રાત્રે ખૂબ જ વધારે પરસેવો આવવો

- લિમ્ફ નોડ્સ લસીકા ગાંઠમાં સતત સોજો રહેવો
- પેટમાં સતત દુખાવો થવો
- હાડકાં અથવા સાંધામાં દુખાવો થવો
- ભ્રમ અથવા કન્ફ્યૂઝન થવા જેવી પરિસ્થિતિ સર્જાવી
- નિયમિત માથામાં દુખાવો રહેવો
- આંચકી આવવી