વિવિધ વાનગીઓમાં ઉપયોગી કેસર દુનિયાનો સૌથી મોંધો મસાલો…!
રસોડામાં ખુબ જ હેલ્ધી અને મહત્વની સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાતું કેસર છે. કેસરનું ઉત્પાદન ખાસ કરીને મોરોકકો, ગ્રીસ, ઇરાન, ઇટાલી અને કાશ્મીરમાં થાય છે.
કેસરની ખેતી ખુબ જ અધરી છે અને તેમાં ઘણા બધા લોકોને મજુરી મળી રહે છે. કેસરનું ઉતપાદન ઠંડા પ્રદેશમાં ઉત્પાદન થાય છે. પરંતુ તે એક ગરમ સ્પાઇસ છે. અને ભારતીય રસોડામાં તેનો વિવિધ વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. જો કે કેસર મોંધામાં મોધુ સ્પાઇસ છે. કેસર સ્વાસ્થ્ય વર્ધક હોવાથી અને મોંધુ હોવાથી તેની ખરીદીમાં તેમજ તેને ઓળખવામાં થાપ ન ખવાય તે પણ એક મહત્વની બાબતછે. આ અંગે ડો. ભરત બી. અગ્રવાલે એક પુસ્તકમાં લખ્યું છે કે હીલીંગ સ્પાઇસીસ અને તેમાં કેટલીક ઘ્યાન રાખવાની બાબતોનું સુચન પણ કર્યુ છે. અસલ કેસરને ખરીદવામાં અને ઓળખવામાં મમદ ‚પ થાય છે.
હીલીંગ સ્પાઇલ પુસ્તક પ્રમાણે કેસર બે માસ ગ્રેડસમાં આવે છે. જેમાં એક શુઘ્ધ અને બીજું ફિલોમેટસ જે પીળાશ પડતુ હોય છે. અને ટુકડામાં આવે છે. કેસરના તાતણા એકબીજા સાથે જોડાવેલા હોય તો તે સારી ગુણવતાનું કેસર હોવાનો પુરાવો છે.
પીળા નારંગી રંગના કે પછી બરગડી કલરનું કેસર માર્કેટમાં મળી રહ્યું છે. જો કે તેના તાતણામાં વધુ કલર દેખાય તો તે કેસર ઓરીજીનલ નથી.
કેસર વિવિધ ફોર્મસમાં માર્કેટમાં મળે છે. અને ઘણા બધા પ્રદેશોમાં તેનું ઉત્પાદન થાય છે. અને માટે જ તેમાં છેતરાઇ જવાની સંભાવના વધી જાય છે.
જો તમે જાતે જ સાચો કે ખોટા કેસરની તપાસ કરવા માંગતા હોય તો એક વાટકીમાં ગરમ પાણી લઇ તેમાં કેસરના તાતણા નાખો જો ગરમ પાણી તુરંત જ કેસરી રંગનું થઇ જાય તો તે સાચું કેસર છે.
કેસર ખરીદવું એક ભ્રામક કાર્ય હોઇ શકે છે તેના માટે તેની ગુણતવા તપાસ્યા બાદ જ સારી ગુણવતાનું કેસર પ્રાપ્ત થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેસર એક એવું સ્પાઇસ છે જેનું સેવન કરવાથી સ્કીન, હેર અને હેલ્થ સારી રહે છે.
કેસર ખાદ્ય પદાર્થોની સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. કેસરનો ઉપયોગ ખીર, બિરયાણી, મિઠાઇ અને દૂધમાં ઉપયોગ કરાય છે. દૂધમાં કેસર ધોળીને પીવાથી ત્વચાનો શ્યામ રંગ દૂર થાય છે.
વિશિષ્ઠ બ્રેડ, કેક, મિષ્ટાનો, મુગલ પકવાનોમાં પણ કેસરનો પ્રયોય થાય છે.
ચંદન અને કેસરને એક સાથે ધસી તેનો લેપ માથા પરલગાવવાથી માથામાં, આંખોમાં અને મસ્તિવકમાં ઠંડકનો અહેસાસ થાય છે. શાંતિ અને ઉર્જા મળે છે. અને નાકમાંથી લોહી નીકળતું હોય તો તે બંધ થઇ જાય છે.
બાળકોને જો શરદીની સમસ્યા હોય તો કેસર વાળુ દુધ સવાર-સાંજ પીવડાવવાથી રાહત થાય છે.
મહિલાઓ માટે કેસર ખુબ જ ફાયદાકારક છે. મહિલાઓની ઘણી બધી તકલીફો જેમ કે માસિક ચક્રની, અનિયમિતતા ગર્ભાશયમાં સોજો, માસિક ચક્ર દરમિયાન પેટમાં દૂ:ખાવો, જેવી સમસ્યામાં કેસરનું સેવન લાભદાયી છે..
ત્વચામાં કરચલી પડી જવી કે વાગ્યુ હોય ત્યાં પણ કેસરનો લેપ લગાવવાથી નવી ત્વચા ઝડપથી આવે છે.
કેસર રકતશુઘ્ધિકરણ કરતું હોવાથી કિડની અને લીવરની સમસ્યામાં પણ ફાયદાકારક છે.
આમ ખુબ જ ઉપયોગી કેસરને ખરીદતી વખતે અને તેનો ઉપયોગ કરતી વખતે ઘ્યાન રાખવું જરુરી છે.