ડો. ગોહિલ જણાવે છે કે વર્તમાન પરિસ્થિતિમાં આગોતરા વાવેતર માટે મગફળી જ શ્રેષ્ઠ છે. મગફળીમાં ત્રણ પ્રકાર હોય છે. એક વેલડી, બીજી અર્ધ વેલડી અને ત્રીજી ઉભડી. અત્યારે વેલડી મગફળીનું વાવેતર સર્વ શ્રેષ્ઠ છે. અર્ધ વેલડીનું વાવેતર પણ સારું છે પણ વેલડી જેટલું લાભદાયી નથી. અર્ધ વેલડીનું જો વાવેતર કરવું હોય તો ઓરાવીને વાવણી કરી શકાય છે. પણ તેમાં પ્રશ્ન એ થાય કે કે પાક તૈયાર થવાની તૈયારી હોય ત્યારે વરસાદ આવે તો પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઉભડી મગફળીની વાત કરીએ તો તે મગફળીનું અત્યારે વાવેતર ન કરાય.
આ મગફળીને પાણીની વધુ જરૂર પડે છે. આ મગફળીનું આગોતરૂ વાવેતર જોખમી નીવડે છે. ઉલ્લેખનીય છે કે, આ સીઝનમાં જેટલા ખેડૂતો આગોતરૂ વાવેતર કરશે તેઓ પાસે એકમાત્ર મગફળીના વાવેતરનો જ ઓપશન રહેવાનો છે. માટે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય તેવા સંજોગો જણાય રહ્યાં છે. જેના પગલે મગફળીના ભાવમાં પણ ધરખમ ઘટાડો નોંધાય તેવી શકયતા છે. બીજી તરફ આગોતરૂ વાવેતર ન કરે તેવા ખેડૂતો કપાસ તરફ વળે તે ઈચ્છનીય છે નહીંતર જો કપાસનું વાવેતર ઓછા પ્રમાણમાં થશે તો તેના ભાવ આસમાને પહોંચે તેવી પણ શકયતા જણાય રહી છે.