સુરેન્દ્રનગર ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથને પ્રસ્થાન કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
સરદાર સાહેબે પ૬ર રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ, જો સરદાર સાહેબ ન હોત તો આજે દેશનો નકશો જ જુદો હોત. સરદાર સાહેબનું જીવન-ઇતિહાસ દુનિયા જાણે, સમજે તા આજની પેઢી સરદાર સાહેબના જીવન આદર્શોી પરિચિત થાય તે માટે આ યાત્રા સફળ માધ્યમ બનશે, તેમ સુરેન્દ્રનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા ર પ્રસન કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી અને પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.મંત્રીશ્રી કુંવરજીભાઇએ વધુમાં ઉમેર્યુ હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતા ર યાત્રાનો સરદાર સાહેબની કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરી પ્રારંભ કરાવેલ છે. સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે.
તેમણે આગામી ૩૧ ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે. આ એકતા યાત્રા ગામે-ગામ હરેક નાગરિકમાં દેશની એકતાના ભોગે કાંઇ નહિ નો સંકલ્પ સાકાર કરી દેશ હિત-રાષ્ટ્ર હિત ને જ સર્વોપરિ બનાવશે.