પેટ સાફ થવું તે હેલ્ધી રહેવાની પહેલી શરત છે. જે વ્યક્તિને કબજિયાતની તકલીફ રહેતી હોય તે હમેશા બીમાર જેવી રહે છે. કબજિયાતના કારણે અનેક રોગો પેદા થઈ શકે છે.
તાજેતરમાં અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે કબજિયાતના કારણે કિડનીનો ક્રોનિક રોગ થવાની શક્યતાઓ ૧૩ ટકા જેટલી વધી જાય છે. અત્યાર સુધી કબજિયાતના કારણે પાઈસ, ભગંદર, ત્વચાના રોગો અને હાર્ટ ડિસીઝ જેવી સમસ્યાઓ તી હતી. પરંતુ હમણા થયેલા રિસર્ચ મુજબ કબજિયાત ધરાવતા લોકોની કિડનીની કાર્યક્ષમતા પણ ઘટી જાય છે અને ૯ ટકા લોકોમાં કિડની ફેઈલ થવાનું જોખમ વધે છે.