પૂર્વ મંત્રી અરૂણ શોરીએ કેન્દ્ર સરકારની વર્તમાન આર્થિક નીતિ સામે કર્યા શાબ્દિક પ્રહાર
આર્થિક સંકટને લઇને કેન્દ્ર સરકાર પર પોતાના જ સભ્યોના શાબ્દિક હુમલા ઓછા થતાં નથી પૂર્વ નાણાં મંત્રી યશવંતસિંહાએ કેન્દ્ર સરકારને આર્થિક મોરચે ફેલ બતાવતા નિશાન સાઘ્યુ હતું. આ મામલો હજુ ઠંડો પડયો નથી. ત્યાં વધુ એક પૂર્વ મંત્રીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અ‚ણ શોરીએ સરકારને આર્થિક મુદ્દે કઠેડામાં ખડા કરી દીધી છે તેમણે તો ત્યાં સુધી આરોપ લગાવ્યો કે કેન્દ્રમાં ‘અઢી લોકો’ની સરકાર છે જે નિષ્ણાતોની વાત સાંભળતી નથી.
શોરીએ નોટબંધી મામલે સરકારની મનશા પર સવાલીયા નિશાન લગાવતા કહ્યું કે નોટબંધી એક મોટી મની લોન્ડ્રીંગ સ્કીમ હતી જેમાં મોટા પાયે કાળા ધનને સફેદ કરવામાં આવ્યું ખુદ આર.બી.આઇ. એ એમ કહીને આ વાતનો સ્વીકાર કર્યો છે કે નોટબંધી દરમિયાન ૯૯ ટકા જુની નોટ બેંકમાં જમા થઇ ગઇ !!!
તેમણે કહ્યું કે અત્યારે દેશ આર્થિક સંકટ સામે જજુમી રહ્યો છે. આ સંકટ નાસમજીમાં લેવાયેલા જીએસટીના ફેસલાને લઇને ઉભુ થયું છે સરકારે આ લાગુ કરવામાં એટલી બધી જલ્દબાજી કરી કે ઇફોસિસને જીએસટી સોફટવેરની ટ્રાયલ ન કરવા દેવાઇ જીએસટીનું ફોર્મ ઘણું જટીલ છે. અને તેની ડીઝાઇનમાં ઘણી ખામી છે. જીએસટીને લઇને સરકારે ૩ માસમાં ૭ વાર નિયમ બદલવા પડયા જીએસટીની સીધી અસર નાના અને મઘ્યમ ઉઘોગો પર પડી છે.
આનાથી ઉત્૫ાદકો અને ઉઘોગકારોના ઉત્પાદન અને વેચાણમાં તેમજ આવકમાં નોધપાત્ર ઘટાડોથયો છે.
કહ્યું કે – નોટબંધી એક મોટી મની લોન્ડરીંગ સ્કીમ હતી સરકારે કાળા ધનને સફેદ કરી લીધું આનાથી ભ્રષ્ટાચારમાં કમી થવાનો દાવો થઇ રહ્યો છે. પરંતુ આવું કંઇ થયું નથી અસંગઠિત ક્ષેત્ર પર નોટબંધીની અસર પડી અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વસ્તુઓની માગ ઉલટાની ઘટી ગઇ આનાથી કંટ્રકશન, ટેકસટાઇલ ઉઘોગ પર પણ ભારેથી અતિભારે વિપરીત અસર થઇ રહી છે. સુરતના કાપડના વેપારીઓ રસ્તા પર આવીને દેખાવ કરવા લાગ્યો છે.
આક્ષેપ કર્યો કે – વર્તમાન સરકારનું ફોકસ માત્ર ઇર્વેટ મેનેજમેન્ટ પર છે. માત્ર ને માત્ર મોટા મોટા દાવા અને મોટા મોટા આયોજનો વાતો જ ફકત કરવામાં આવે છે માત્ર ને માત્ર અઢી લોકો મળીને સરકાર ચલાવે છે. કોઇની વાત સાંભળવામાં આવતી નથી સિંહાએ બરાબર જ કહ્યું કે પાર્ટીમાં પોતાની વાત કહેવાનું કોઇ મંચ જ નથી !!