રાજ્યમાં વિધાનસભની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. વિધાનસભાની બેઠકો સરભર કરવા નેતા, હોદેદારો અને કાર્યકરો દ્વારા પ્રસાર કરી રહ્યા છે. ત્યારે બગસરા તાલુકાનાં રફાળા ગામના લોકોએ મતદાન બહિષ્કાર કર્યો છે. રોડ રસ્તાની હાલત કફોડી હોવાને લઈ ગામના લોકોએ મતદાન બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારતા ધારાસભ્ય જે.વી.કાકડીના ધર્મપત્ની કોકીલાબેન કાકડીયા ગામે દોડી આવ્યા અને ગામ લોકોને રોડ બનાવી આપવાની બહેધરી આપી હતી.
બગસરા તાલુકાના ઘણાખરા ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ રોડ રસ્તાની હાલત કફોડી બની છે અનેક જગ્યાએ હજું માર્ગોને લઇને લોકોને અવર જવરમા પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે બગસરા તાલુકાના રફાળા ગામના લોકો દર વર્ષે રોડ માટે રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ બાબતે ગામ લોકો દ્વારા ધારાસભ્ય જે.વી.કાકડિયા સહિત અનેક અધિકારીને રોડ બાબતે રજૂઆત કરી પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ ન આવતા અંતે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી કર્યો હતો.
ચૂંલોકો દ્વારા ચુંટણી બહિષ્કાર અંગે તંત્રને આ બાબતે પત્રથી જાણ કરવામાં આવી હતી. આગામી 2022 ની વિધાનસભા 1 ડિસેમ્બરના દિવસે અમારું ગામે લોકો ચૂંટણીનું મતદાન નહીં કરે જેની જાણ થતા જ ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના ધર્મપત્ની કોકીલાબેન કાકડીયાએ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર સહિત નાના મુજીયારના પૂર્વ સરપંચ મનસુખભાઈ કયાડા જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ભુવા સહિત ગામે મુલાકતે આવ્યા હતા .
ગામ લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો ત્યારે કોકીલાબેન કાકડીયાએ ગામ લોકોને સ્થળ પર જ આ રોડ બંને તેવી બાંહેધરી આપતા મામલો થાળી પાડ્યો છે ત્યારે ગામ લોકોએ જણાવ્યું હતું કે આ રોડ બને તો અમારે અવર જવરમા સારું થશે ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય જે.વી.કાકડિયાના ધર્મપત્ની કોકીલાબેન કાકડીયાએ ગામ લોકોને આપેલ બાંહેધરી.