ખાતામાં નાણા ન હોય તો એટીએમમાંથી પ્રયાસ કરતા પહેલા વિચારજો
દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો નિર્ણય
તમારા બેંક ખાતામાં પૂરતા નાણાં ન હોય કે નાણાં જ ન હોય ને તમે એટીએમ પર જઇ નાણા ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આવો પ્રયત્ન નિષ્ફળ જતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રૂ.20 દંડ વસુલવાનો નિર્ણય જાહેર કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર આ વિગતો જાહેર કરાઇ છે.
એસબીઆઇએ પોતાની સતાવાર વેબસાઇટ ઉપર જણાવ્યા મુજબ જો તમારૂ બેકમાં ખાતુ હોય અને પૂરતા નાણા ન હોય તેવા સંજોગોમાં એટીએમમાંથી નાણા ઉ5ાડવાનો પ્રયત્ન નિષ્ફળ જશે તો આવા પ્રયાસ બદલ બેંક જે તે ખાતેદાર પાસેથી રૂ.20 તથા તેના પરનો જીએસટી પણ વસુલ કરશે. તમને એ જણાવીએ કે મેટ્રો શહેરમાં રહેતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિયમિત બચત ખાતાધારને એક માસમાં એટીએમથી આઠ વખત વિનામૂલ્યે નાણા ઉપાડવાની સગવડતા આપવામાં આવે છે. જેનાં પાંચ વખતે એસબીઆઇના એટીએમ માંથી અને ત્રણ વખત અન્ય બેંકના એટીએએમમાંથી નાણા ઉપાડવાની છૂટ આપવામાં આવે છે. આ વિનામૂલ્યે ઉપાડતી સુવિધા પૂરી થયા બાદ દર ‘ઉપાડ’ વખતે બેંક દ્વારા ચાર્જ વસુલવામાં આવે છે. મેટ્રો સિવાયના શહેરોમાં એટલે કે નાના શહેરોમાં એસબીઆઇના બેંક ખાતાધારકે એટીએમમાંથી 10 વખત વિનામૂલ્યે નાણા ઉપાડી શકે છે. જેમાં પાંચ એસબીઆઇ અને અન્ય બેંકના એટીએમમાંથી પાંચ વખત નાણા ઉપાડવાની સગવડ આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી 10 કે તેથી વધુ રકમ ઉપાડવામાં આવે છે ત્યારે જેતે ખાતાધારના મોબાઇલ પર ઓટીપી મોકલી આપી. એટીએમમાં હવે ઓટીપી નાખી ઉપાડી શકાય છે. ગ્રાહકને છેતરપિંડીથી બચવા આવી સુવિધા કરી છે.