અરજન્ટ સુનાવણીમાં નવોદિત વકિલો પણ હાજર રહી શકશે: ચીફ જસ્ટીસની યુવા વકિલોને નવા વર્ષની ભેટ
વડી અદાલતે નવયુવાન વકિલોને નવા વર્ષની ભેટ આપી છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ તાત્કાલિક કેસમાં નવયુવાન વકિલોને વકિલાત કરવાની છુટ આપી છે. અગાઉ રેકોર્ડ પર હોય તેવા વકિલો જ વકિલાત કરવા માટે લાઈનમાં રહેતા હતા. જોકે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ અરજન્ટ કેસમાં યુવા વકિલોને છુટછાટ આપી છે.
તાજેતરમાં સિનિયર વકિલો કોર્ટમાંહાજર રહેવા માટે સમયસર પહોંચી શકતા ન હોવાની વાત વહેતી થઈ હતી માટે જો અરજન્ટ કેસ હોય તો નવયુવાન વકિલો કોર્ટ સમક્ષ હાજર રહી શકે છે. રેકોર્ડ પર રહેવા માટે વકિલોને ચાર વર્ષ સુધી પ્રેકટીસની જરૂરીયાત રહે છે આ ઉપરાંત જે સ્થળે પ્રેકટીસ કરતા હોય ત્યાં ઘણી યાતનાઓ પણ સહન કરવી પડતી હોય છે. વકિલાતમાં ન આવતા હોય તેવા કામ પણ કરવા પડતા હોવાની ફરિયાદો ઉઠે છે ત્યારે વડી અદાલતના નવયુવાનોને તક આપવાના મતથી નવયુવાન વકીલોને ઘણી રાહત મળી રહે છે.
ચીફ જસ્ટીસ દિપક મિશ્રાનો એક આદેશ નવયુવાન વકિલો માટે ખુબ જ રાહતરૂપ બની ગયો છે. યુવા વકીલોને પણ કોર્ટમાં પેન્શન કરવાની ફરજ પડશે જેનાથી વકિલો કંઈક શીખશે. અરજન્ટ કેસમાં યુવા વકિલો હાજર રહી શકશે. જેથી તેમની કાર્યક્ષમતા અને તેમનો આત્મવિશ્ર્વાસ પણ વધશે. અગાઉ જસ્ટીસ લોઢાએ સિનીયર વકિલોને અરજન્ટ સુનાવણીમાં હાજર રહેવાથી બાકાત રાખવાનો નિર્ણય લીધો હતો.