૩ મિનિટથી વધુ સમય લાગે તો વાહનોને જવા દેવા પડશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ટોલટેકસ ઉઘરાવવામાં આવતો હોવાથી વાહનોની લાંબી કતારો થાય છે. આ કતારોના કારણે લોકોનો સમય બગડે છે અને ઈંધણનો પણ વ્યય થાય છે. આ પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ટોલગેટ ઉપર ત્રણ મિનિટથી વધારે સમય વાહનો ઉભા રાખવામાં આવે તો હવે ટોલટેકસ ભરવો નહીં પડે.

આ બાબતે હરિઓમ જીન્દાલ નામના વકીલ દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયામાં આરટીઆઈ કરી હતી. જેના જવાબમાં સ્પષ્ટતા થઈ હતી કે દરેક કારને રોકવાનો મહતમ સમય ૨ મિનિટ અને ૫૦ સેક્ધડનો છે. જોકે વધુ સમય લાગે તો વાહનોને ટોલટેકસ ઉઘરાવ્યા વિના જવા દેવાનો પણ કોઈ કાયદો નહોતો પરંતુ વાહનોની કતાર ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અતિવ્યસ્ત રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર મોટાભાગે ટોલટેકસ ઉઘરાવવામાં વાર લાગતી હોવાના કારણે વાહનોનો જમાવડો થાય છે. તો બીજી તરફ વાહનોની નબળી સ્થિતિના કારણે પરિસ્થિતિ વધુ તંગ બને છે. આ દોડધામ વચ્ચે જો વાહનોને વધુ સમય રોકવામાં ન આવે તો ટ્રાફિક જામની સ્થિતિ પણ હળવી થઈ શકે. મોટાભાગે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ભારે વાહનો દોડતા હોય છે. જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બને છે અને વાહનોની નાહકની રાહ પણ જોવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.