ગુજરાતી સીરિયલો- ફિલ્મોના લેખક રાજુ દવે સાથે ‘અબતક’ સાથે ચાય પે ચર્ચા
અબતક, રાજકોટ
ગુજરાતી ફિલ્મો, સીરીયલોની સાથે લઇને આવતા આજના યુગમાં થતી નવી ફિલ્મોમાં વિચારો, પ્રયાસો અને થતી અસરોની વાતો ‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાઇ પે ચર્ચા’ માં પ્રખ્યાત એવા ટીવી સીરીયલ અને ફિલ્મના લેખક રાજુભાઇ દવે સાથેની ચર્ચામાં અત્રે અંશો રજુ કરવામાં આવેલ છે.
પ્રશ્ર્ન:- લેખક તરીકે રાજુભાઇ તમે નાનાપણમાં કંઇ પણ શરુઆત કરેલી ?
જવાબ:- રાજુભાઇના જણાવ્યું મુજબ નાનપણથી મને વાંચનનો ખુબ જ શોખ હતો તથા ખાસ કરવા માટે ન હતો પરંતુ, લખવાનું ચાલુ કર્યુ અને થઇ ગયું તે રીતે લેખક તરીકેની પ્રસિઘ્ધી થવા માંડી, નવલકથાના લેખકને કેટલા પૈસા મળે? તથા જે સીરીયલના એપિસોડ લખનારને કેટલા મળે? તે રીતે આપ જોઇ જ શકો છો દરેક નવલકથા એ સાહિત્ય નથી. નવલકથા નવલિકા અને ટુંકી વાર્તા એનીજમ જ સિરીયલને માટેનો ક્રાફટ છે. આ સમયનો તબકકો એવો હોય છે કે લેખકના શિક્ષકો વધી ગયા છે. હાલમાં પ્રોડેકશનના બહેજ ઘણીવાર ન પરવળે, તો બે-ત્રણ બાજુથી વાતો લઇ સીન લઇને પૂરી કરી દેવાયું જેમાં ક્રિએટીવીટી રહી નથી.
પ્રશ્ર્ન:- ગુજરાતી ફિલ્મોની ગઇકાલ તમારો મત જણાવો….
જવાબ:- અરવિંદ પંડયા હતા, મહેંદી રંગ લાગ્યો વગેરે પારિવારિક ફિલ્મો બનતી હતી અને ત્યાર પછી સતી, મહાસતી, પાળીયાઓ વગેરેનું શરુ થયું હતું. જશવંત ગાંગાણી સંગીત લક્ષી, ફિલ્મ લક્ષી વગેરે ને લઇને આવી વાર્તાઓમાં પ્રવાહીત થયા. કલાકાર, લેખક, ડિરેકટર વગેરેને કામ કરવાનું મન થાય તેવું અત્યારના સમસ્યમાં આવી ગયું છે. થિયેટર કરીને આવ્યા તે ડરશે નહી અને તેને ખબર હોય છે કે સીરીયલનો સિન કેવો હોય?, નાટકનો સીન કેવો હોય? વગેરે સારી રીતે કરી શકે છે.
પ્રશ્ર્ન:- ગુજરાતી નાટકો સરસ ચાલતા, ફિલ્મો તેટલી સારી ન ચાલતી હતી, જેમાં ગુજરાતી લોકો માટે ફિલ્મ નબળી બને છે કે નાટક સબળા બને છે?
જવાબ:- નાટકનું લેવલએ પ્રજાનું પ્રતિબિંબ પાડે છે. જેમાં નાટક જોવામાં નોન સેન્સ કોમિડી નાટકો આવે છે. જેમાં મુંબઇની રંગભૂમિ ઉપર ચાલે છે. જે જોવા જવા માટે જાય છે. તો રાજકોટના લોકોએ પ્રજામાં હવે આનંદોની અનુભૂતિ થાય છે. હવે, ગુજરાતી નાટકો મારા પ્રમાણે મુંબઇ થકી ચાલે છે.
પ્રશ્ર્ન:- ગુજરાતી સીરીયલો ની સ્થિતિ અત્યાર સુધી શું છે? બે દાયકાથી ?
જવાબ:- આપણા લોકોને આપણી વસ્તુની કિંમત હોતી નથી. આપણી પાસે મેધાણી કથા, દુલ્લેરાય (કચ્છ) જેવા લોકો કામ કરી ગયા છે તેમજ સાહિત્ય માટે ખુબ જ કામ કરી ગયા. અને આપણને આપણા લેખકોની કદર નથી. પરંતુ પરપ્રાંતિયની કદર વધુ છે. આજે ગુજરાતી સીરીયલોમાં જે સારું છે એની કદર નથી. પરંતુ મરાઠી, તેલુગુ વગેરે જેવી સીરીયલોએ ગુજરાતીમાં ડબ કરે છે. પરંતુ, ગુજરાતી લોકો હિન્દી સીરીયલોમાં લેખકો તરીકે મોટો ભાગ ભજવે છે જેમાં બેકગ્રાઉન્ડ ગુજરાતી લોકો જ રહેલા છે. જેમ કે પરેશ રાવલના ગુજરાતી ફિલ્મો તથા સિરીયલોમાં દીલીપભાઇ જોષી જેવા કલાકારો જોવા મળી રહ્યા છે.
પ્રશ્ર્ન:- ગુજરાતીમાં ખુબ સારી નવકલકથાઓ છે, વાર્તાઓ છે, તો તેના ઉપરથી શું સારી ફિલ્મો બનાવી શકાય?
જવાબ:- સૌથી માટે દાખલો સરસ્વતી ચંદ્ર છે. જે ટેલિવિઝનમાં બે વખત બનાવાયું તથા હકીકતમાં ગુજરાતી લોકોમાં ફેલેકસીલીબીટ નથી. તેને કારણે થોડા પાછળ રહ્યા છે આ રીતના ગુજરાતી સાહિત્યમાં ઘણું બધુ રહેલું છે જેના વિકાસ માટેના પ્રયાસો કરવા બનતા રહ્યા છે.
રાજેશ દવે:-
એક સરસ મેસેજ લઇને એકદમ ઇમોશનલ ફિલ્મ જશવંત ગાંગણી સાથે લઇને આવીએ છીએ. ગુજરાતી ફિલ્મ હિટ જશે એટલે હિન્દી વાળા ચોકકસ લઇ જશે ગુજરાતી ફિલ્મમાંથી મરાઠી બની છે, સીરીયલો મરાઠીમાં ડબીંગ થઇ ગઇ છે. સારી વસ્તુઓ આપણી અનુકરે તો તેને પ્રોત્સાહાન આપીને વિકસાવી જોઇએ.
સંદેશો:- દિકરીને વળાવે તયારે શિખ આપે, તેમ દરેક ગુજરાતીને શિખ આપું છું કે ગુજરાતી એક ભાષા છે. જે મરવાની નથી અને આવનારી પેઢીને ઓછામાં ઓછું ગુજરાતી લખતા-વાંચતા આવડે તે શિખવજો જ
ગવાણા ખાતે આર.એસ.એસ.ના સ્વયંસેવક
સિંધવનો બંગલો ‘એટલે વિહાર કરતા જૈન સાધુઓ માટેનું’ વિરામ સ્થાન!!!
દર વર્ષે 400 જેટલા જૈન સાધુઓ તેમજ હિન્દુ ધર્મના સંતો-મહંતોને ઉતારાની વ્યવસ્થા કરાય છે