ભારત જેવા દેશમાં જ્યાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે, ત્યાં જો એમ કહેવામા આવે કે હજુ પણ સ્ત્રી પુરુષ ગર્ભ બીકથી સમાગમ સમયે તણાવ અનુભવતા હોય છે. ત્યારે સ્ત્રી માટે તો વિવિધ પ્રકારની ગર્ભનિરોધક ગોળીઓ ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ સ્ત્રીને અનેક મુશ્કેલીઓનો શિકાર પણ બનાવે છે તો બીજી બાજુ પુરુષ માટે સુરક્ષાના ભાગ રૂપે કોન્ડોમ પણ છે પરંતુ તેને એનો ઉપયોગ કરવો ગમતો નથી એટલે સ્ત્રીઓને ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા મજબુર કરે છે.તેવા સમયે જો એમ કહેવામાં આવે કે નજીકના ભવિષ્યમાં પુરુષ પણ ગર્ભનિરોધક પીલ્સનો ઉપયોગ કરી શકશે.
જી હા એ વાત સાચી છે તેવું એક શોધ પરથી કહી શકાય. સ્ત્રીઓની જેમજ પપુરુષો માટે પણ બજારમાં ગર્ભનિરોધક પીલ્સ થશે. સંશોધકોએ એવા કમ્પાઉન્ડની શોધ કરી છે જે શુક્રાણુઓની સક્રિયતા પાર નિયંત્રણ મૂકી શકે છે. એ ફર્ટિલાઇઝેશનની ક્ષમતાને પણ ઓછી કરી શકે છે, આ આઈપી 055 નામનુ યોગિક છે જે શુક્રાણુઓની ગતિશીલતાને શિથિલ કરે છે.અને એનાથી હોર્મોન્સ પાર કોઈ પ્રકારની અસર નથી થતી. આ યોગિક નિષેચનની ક્ષમતાને ઓછી કરી શકે છે. સંશોધકોના કહેવા અનુસાર આ તત્વનો ઉપયોગ કરી પુરુષ માટે ગર્ભનિરોધક ગોળી બનાવી શકાય છે.
પુરુષની ગર્ભનીરિધક ગોળીના ફાયદાઓ…
-પુરુષ માટે જો ગર્ભનિરોધક ગોળી આવે તો જન્મદરને પણ અંકુશમાં લાવી શકાય છે જેના ઉપયોગથી સ્વાસ્થ્યને કોઈ જાતનું નુકશાન પણ નથી થતું.
-દર વર્ષે દુનિયામાં 5.6કરોડ સ્ત્રીઓનો અસુરક્ષિત રીતે ગર્ભપાત થાય છે જેમાંથી ઓછામાં ઓછી 22,800 સ્ત્રીઓ મૃત્યુ પામે છે.જો પુરુષ ગર્ભનિરોધક ગોળી બજારમાં આવે તો આ આંકડો ઘટી શકે છે.
આજુ સુધી બજારમાં કેમ નથી આવી એ દવા???
આ તત્વનું પરીક્ષણ નાર વાંદરા પાર કરવામાં આવ્યું છે, અને તેની કોઈ નકારાત્મક અસરો જોવા નથી મળી. એ તત્વના ઉપયોગના 18 દિવસ બાદ વાંદરામાં સંપૂર્ણ રીતે સુધારો દેખાયો હતો તેવું એ દવાના શોધકર્તા મેરી જેલિન્સ્કીનું કહેવું છે.સામાન્ય રીતે કહીએ તો આ દવાનું પરીક્ષણ સકારાત્મક પરિણામ આપે તો એમાં કઈ ખોટું નથી.