કેન્દ્રમાં NDA સરકારના ચાર વર્ષ પૂરાં થયાં તે અવસરે નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના કટકમાં રેલી કરી.
તેઓએ કહ્યું કે અહીં કરવામાં આવેલું અભિયાન ક્યારેય નિષ્ફળ નથી જતું. જ્યારે દેશમાં કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે તો સર્જિકલ સ્ટ્રાઈક, વન રેન્ક-વન પેન્શન જેવાં ફેંસલાઓ થાય છે. એવું કહેવાય છે કે મોદી 2019માં ઓરિસ્સાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાનાને સાધવા માગે છે. તેથી તેમની વારાણસીની સાથે સાથે પુરીથી પણ લોકસભા ચૂંટણી લડવાની પણ ચર્ચા છે. 2019માં લોકસભા ચૂંટણીની સાથે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ છે. સરકારના ત્રણ વર્ષ પૂરાં થયા તે પ્રસંગે મોદીએ આસામમાં જનસભા કરી હતી.
Jab desh mein confusion nahi commitment waali sarkar chalti hai tab hi surgical strike jaise faisle liye jaate hain. Jab confusion nahi commitment wali sarkar chalti hai tab hi ‘One Rank One Pension’ jaisa dashkon se atka hua faisla laagu hota hai: PM Modi in Cuttack #Odisha pic.twitter.com/MADaTe12u7
— ANI (@ANI) May 26, 2018
ભાજપે કટકમાં જનસભા કરવાનો નિર્ણય પોતાની એક રણનીતિ અંતર્ગત લીધો છે. ભાજપે 2019માં ઓરિસ્સામાં વધુને વધુ લોકસભા સીટ પર જીતની આશા છે. મીડિયા રિપોટ્સ મુજબ એવું કહેવાય છે કે મોદી 2019ની સામાન્ય ચૂંટણી ફરી બે સીટ પરથી લડી શકે છે. વારાણસી ઉપરાંત બીજી સીટ પુરી હશે. 2014માં મોદીએ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી.
In these four years, the 125 crore Indian have come to believe that our India can change. Today the nation is going from ‘Kala Dhan to ‘Jan Dhan’, from bad governance to good governance: PM Narendra Modi in Cuttack #Odisha pic.twitter.com/Ui4NGkjljr
— ANI (@ANI) May 26, 2018
ઓરિસ્સામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે છે. તેથી પાર્ટીનું માનવું છે કે જો મોદી પુરીથી ચૂંટણી લડે છે તો ભાજપને વિધાનસભા અને લોકસભામાં ફાયદો મળશે. ઓરિસ્સામાં વિધાનસભાની 147 સીટ છે. તો લોકસભાની 21 સીટ છે. જેમાંથી 20 સીટ બીજુ જનતા દળ અને એક સીટ ભાજપની પાસે છે.વિધાનસભા 2014ની ચૂંટણીમાં BJDને 117, કોંગ્રેસને 16 અને ભાજપને ફાળે 10 સીટ આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com