વડોદરામાં vcci દ્વારા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે “મેક ઇન ગુજરાત વેબ પોર્ટલ” લોન્ચ કરાયું

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, વડોદરા શહેર વી.સી.સી.આઈ દ્વારા આજે વિશ્ર્વ MSME દિવસની ઉજવણી કરવામા આવી હતી. ઔધોગિક સંગઠન અને ચેમ્બર્સના અગ્રણીઓ દ્વારા આજે હોટલ ગ્રાન્ડ મરક્યુરિ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરની સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ગ્રાન્ડ મરકયુરી ખાતે યોજાયેલા વિશ્ર્વ MSME ડે કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વીસીસીઆઇ દ્રારા તૈયાર કરાયેલ વેબ પોર્ટલ મેક ઈન ગુજરાત લોન્ચ કરાયુ હતું. કાર્યક્રમમા ઔધોગિક એકમોના 14 એસોસિએશન દ્વારા અગ્નિવીર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધિત એક પત્ર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સુપ્રત કરાયો હતો.

પાટીલે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, MSME દેશની કરોડરજ્જુ છે,  MSME દેશમાં સૌથી સારું કામ ગુજરાતમાં કરે છે. દિલ્હીના એક અધિકારી આવ્યા હતા, જેમને કહ્યું MSME સેક્ટરનું સૌથી સારું કામ ગુજરાતમાં થાય છે. ઇન્ડસ્ટ્રીઝને તમામ સુવિધા સરકાર પૂરી પાડે છે તેમજ મોટી ઇન્ડસ્ટ્રીઝને ચલાવવા MSME ઉદ્યોગો જરૂરી છે. હું પણ એક સમયે ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હતો દેશમાં ખેતી બાદ MSME સૌથી વધુ નોકરી આપે છે. કોરોના બાદ ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને વડોદરા શહેર જિલ્લાના MSME બે લાખથી વધુ લોકોને નોકરી આપે છે. અગ્નિવીરો માટેની અગ્નિપથ યોજનાને લઈ કેટલાક લોકોએ વાતાવરણ બગાડવાનું કામ કર્યું છે. દેશમાં કેટલાક પોલિટિકલ પાર્ટીના લોકો બેજવાબદાર પૂર્ણ વર્તન કરે છે. તૈયાર થયેલા અગ્નિવીરો દેશ પર થતાં આક્રમણ વખતે એક મોટી તાકાત બની રહેશે અને દરેક ઘરમાં અગ્નિવીરો હશે તો દરેક ઘરમાં શિવાજી હશે. દેશની આંતરિક સુવિધા વધારવા માટેની તેમજ વતન માટેની આ યોજના છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર પ્રમુખ વિજયભાઇ શાહ, રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ, સાસંદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય સીમાબેન મોહીલે તથા ઔધોગિક એસોસીએશનના અગ્રણી મોટી સંખ્યામા ઔધોગિક એકમોના એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.