માનવીય સહાય માટે સીરીયામાં યુધ્ધ વિરામની યુ એન (સંયુકત રાષ્ટ્રસંઘ) એ અપીલ કરી છે.
યુનાઈટેડ નેશન્સની સિકયુરીટી કાઉન્સિલે અપીલ કરી છે કે સીરિયામાં ઓછામાં ઓછા ૩૦ દિવસ સીઝફાયર એટલે કે યુધ્ધવિરામ કરવામાં આવે જેથી યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો અને ગૃહયુધ્ધથી પીડિત લોકોને જરૂરી સાધન સહાય પહોચાડી શકાય.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે યુધ્ધ ગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોનું જીવન નઝેરથ સમાન બની જતુ હોય છે. કેમકે તેઓ ઘરની બહાર નીકળી શકતા નથી કે નથી જીવન જરૂરીયાતની વસ્તુ મેળવી શકતા અરે, બીમાર વ્યકિતને દવા પણ ઉપલબ્ધ થઈ શકતી નથી. બાળકો શિક્ષણથી અને તેમની ખેલકૂદ લાઈફથી વંચિત રહી જાય છે. ભગવાન કોઈને આવા દિવસો ન બતાવે.સીરિયામાં અત્યારે ગૃહયુધ્ધ ચાલી રહ્યું છે. સીરિયન દળોએ રેબેલ સામે કરેલા બોમ્બમારામાં માત્ર પાંચ જ દિવસમાં ૨૪૦ નિદોષૅ નાગરીકો માર્યા ગયા હતા.
બળવાખોરો તો નશિર પે કફન બાંધ કેથ નીકળ્યા હોય છે તેઓ મૃત્યુ પામે તો કોઈ ગમ નથી પરંતુ બિચારા સિવિલ નાગરિકોનો શું વાક? સામસામા હુમલામાં તેમના મૃત્યુ થાય છે. યુ.એન. ને ચિંતા છે એટલે જ યુધ્ધ વિરામની અપીલ કરી છે.