પણે અનેક વાર સાંભળ્યું હશે કે ઝાકળના કારણે ટ્રેન લેટ છે અથવા તો વિઝીબલીટીમાં ઘટાડાના કારણે ટ્રેનને સ્ટેશન પર આવતા મોડું થશે. રેલ યાત્રી એપ અનુસાર દેશમાં હાલમાં સરેરાશ 21 ટકા ટ્રેનો મોડી ચાલી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે હવે જો ટ્રેન મોડી પડશે તો રેલ્વેમાં તમને ફ્રીમાં જમવાનું મળશે અને ટીકીટ કેન્સલ કરાવવા પર 100% રિફંડ મળશે. ચાલો જાણીએ કેવી રીતે…
ટ્રેન લેટ થવાથી અનેક મહત્વના કામો અટવાઈ જતા હોય છે તો કેટલાકના જરૂરીયાત કરતા વધુ મુસાફરી કરવી પડશે. ટ્રેન મોડી પડે તો રિફંડની પણ જોગવાઈ છે. આ સાથે, મુસાફરોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, રેલ્વે કેટલીક ટ્રેનોમાં મફત ભોજન પણ આપે છે.
ટ્રેન લેટ થવા પર રિફંડનો નિયમ શું છે
રેલ્વેના નિયમો અનુસાર, જો ધુમ્મસને કારણે ટ્રેન 3 કલાક કે તેથી વધુ મોડી પડે છે, તો મુસાફર ટિકિટ કેન્સલ કરી શકે છે અને સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. આ સુવિધા કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો તેમજ આરએસી અને વેઇટિંગ લિસ્ટના મુસાફરો, કાઉન્ટર અને ઓનલાઈન ટિકિટ બુક કરાવતા તમામ પ્રકારના મુસાફરો માટે સંપૂર્ણ રિફંડની સુવિધા ઉપલબ્ધ છે.
મુસાફરોને મળે છે ની:શુલ્ક ભોજન
ભારતીય રેલ્વે રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને વિશેષ સુવિધા પૂરી પાડે છે, જે 2 કલાકથી વધુ મોડી હોય છે. તો તેને IRCTC દ્વારા ભોજન વિનામૂલ્યે આપવામાં આવશે.
ટ્રેન જો ત્રણ કલાકથી વધુ લેટ થાય તો કેવી રીતે મેળવશો રિફંડ ?
- રિફંડ માટે તમારે ટિકિટ ઓનલાઇન કેન્સલ કરાવી પડશે
- તે પછી તમારે ડિપોઝિટ રેસીપી ફોર્મ ભરીને રિફંડ લઈ શકો છો.
- જો તમે કાઉન્ટરથી ટિકિટ લીધી છે તો તમે તેને કેન્સલ કરાવીને તુરંત પૈસા પાછા મેળવી શકો છો.
ટ્રેન લેટ થાય તો શું મળશે બીજી સુવિધા ??
- વેઇટિંગ રૂમમાં મફત રોકાવવાની સુવિધા મળશે તે માટે રિઝર્વેશન ટિકિટ દેખાડવી પડશે.
- સુરક્ષા માટે રેલ્વે સ્ટેશન પર વધારાનું સ્ટાફ તે સિવાય આરપીએફ હાજર રહેશે.
- ટ્રેન જો લેટ થાય તો એની માહિતી મુસાફરો અને તેના રજીસ્ટર મોબાઈલ નંબર પર આપવામાં આવશે.
તો હવે ગમે ત્યારે આ રીતે ટ્રેનની મુસાફરી કરો અને આવી તકલીફનો સામનો કરવો પડે તો ઉપર મુજબની સુવિધાઓનો ઉપયોગ અવશ્ય કરજો.