હવે ટ્રેનની ટિકિટ બુક કરાવવી ખૂબ જ સરળ થઈ રહ્યું છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને IRCTCએ તેની વેબસાઇટને અપગ્રેડ કરવા સાથે પેમેન્ટ ગેટવે શરૂ કરી દીધો છે. આ થર્ડ પાર્ટી પેમેન્ટ ગેટવેથી ટિકિટ બુક કરાવવા માટે બેંકના પેમેન્ટ ગેટવે પર ચૂકવણી પાછળ લાગતો સમય બચી જશે. આ સિવાય જો કોઈ મુસાફર તેની ટિકિટ કેન્સલ કરે છે, તો રિફંડ પણ તરત જ ખાતામાં આવી જશે.
IRCTC iPay હેઠળ IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનોનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓને તાત્કાલિક નાણાં પરત કરવા માટે એક સુવિધા આપવામાં આવશે. આ સુવિધામાં વપરાશકર્તાએ તેના યુપીઆઈ બેંક ખાતામાંથી અથવા ચુકવણીના અન્ય માધ્યમોથી ડેબિટ માટે ફક્ત એક જ વાર મેન્ડેટ આપવો પડશે.
IRCTCની આ ઓટોપે સુવિધાના કારણે ટિકિટ બુકિંગ પ્રક્રિયા ઝડપી બનશે. જો કોઈ પણ સંજોગોમાં ટિકિટ પણ રદ કરવામાં આવે છે, તો રિફંડ પણ તરત જ મુસાફરના ખાતામાં આવશે. હવે મુસાફરોને રિફંડ માટે ત્રણથી ચાર દિવસ રાહ જોવી પડશે નહીં.