પાણી વેરામાં બમણો અને વાહન વેરામાં ૧૫૦ ટકાનો શાસકો વધારો કરશે તો સાંખી નહિ લેવાય: હથેળીમાં ચાંદ બતાવવાનું બંધ કરો વાસ્તવિક બજેટ રજુ થવું જોઈએ: સાગઠીયા
રાજકોટ મહાનગરપાલીકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે રાજકોટ મનપાના કમિશ્નર બંછાનીધી પાની દ્વારા કોર્પોરેશનનું વર્ષ ૨૦૧૮-૧૯નું ૧૭૨૭.૫૭ કરોડનું ડ્રાફટ બજેટ ગઈકાલે રજૂ કર્યુયં છે જેમાં પાણી વેરો બમણો કરી શહેરીજનો પાસેથી ૩૧ કરોડની વસુલાત કરવા જણાવ્યું છે.
વધુમાં રાજકોટની જનતા પર પાણી વેરામાં રૂ.૩૧ કરોડ લૂંટવાનું જે લોજીક છે તે અધિકારીઓએ સમજાવવું આવશ્યક છે. કોંગ્રેસના લોજીક મુજબ પાણી વેરો બમણો નહિ પરંતુ હાલ જે છે તેનો ૫૦ ટકા કાપ મૂકી રૂ.૪૨૦ કરવા જોઈએ તો જ અચ્છે દિન ગણાશે કારણ હાલ રાજયની અન્ય મહાનગરપાલીકાની દ્રષ્ટીએ વેરા વધુ છે. આવક માટેનું અને વેરો પાણીનો ઘટાડી કઈ રીતે લોકોને લાભ આપી શકાય તો તેમાં હાલ બિનજરૂરી ખર્ચાઓ પર કાતર ફેરવવાની જરૂર છે. જેમા લાખોના ખર્ચે થતા ફૂલહાર તાયફાઓ તોતીંગ પગારને બદલે સાદગીને મહત્વ આપવું જોઈએ આ વર્ષે મેઘરાજાએ મહેરબાની કરીને તમામ ડેમો ઓવરફલો કરી દીધા છે.
નર્મદાની લાઈન પણ ચાલુ થઈ હોય તો ખર્ચનું પ્રમાણ ઘટયું છે. લોકો પર અત્યાચાર સાંખી નહિ લેવાય પદાધિકારી અધિકારીઓ જયારે ગાંધીનગર જાય ત્યારે અલગઅલગક ગાડીઓને બદલે બધા એ એક ગાડીમાં જવું જોઈએ અથવા બસમાં જવું જોઈએ આ પ્રકારે અનેક ખર્ચાઓ પર કાપ મૂકી શકાય છે. કમિશ્નરના અંદાજપત્રને શાસકો સ્ટેન્ડીંગમાં બહુમતીનાં જોરે મંજૂરીની મ્હોર માશે તો પણ બજેટ આગામી જનરલ બોર્ડમાં કોંગ્રેસ જબરદસ્ત વિરોધ કરશે અને જરૂર પડયે પાણી વેરાઅંગે શેરી આંદોલન કરશે.
રાજકોટ મહાનગરપાલીકાના ગત વર્ષનાં બજેટમાં ઓવરબ્રીજો અને અન્ડરબ્રીજોનાં નામે લોકોને હથેળીમાં ચાંદ બતાવેલ ચાલુ વર્ષમાં પણ લક્ષ્મીનગરનાં નાલાના અન્ડરબ્રીજમાં વર્ષો વર્ષ યોજના બતાવાય છે હજુ આ વર્ષે ૧ કરોડની જોગવાઈ પૂન: કરેલ છે તો આ નાલાનું કામ થશે કે કેમ? ચાલુ વર્ષનું બજેટ પણ અવાસ્તવિક હતુ તે સાબિત થાય છે કારણ કે ગત વષર્ષનાં બજેટમાં પણ ૧૩૧૫ કરોડ ઓછા વપરાયા છે.
તેજ રીતે ગોવિંદભાઈ પટેલ ત્રીજી વખત ધારાસભ્ય ચૂંટાયા છે. ત્યારે તેમણે પહેલી વખત ધારાસભ્ય તરીકે વિજેતા થયા ત્યારે આજી રિવરફ્રન્ટની જાહેરાત કરેલ પરંતુ આજ સુધીમાં આજી રિવરફ્રન્ટમાં સલાહકારને અઢી કરોડ રૂપીયા ચૂકવાયા છે. પરંતુ આ બજેટમાં ફકત ૪ કરોડની જોગવાઈ કરી છે. રાજકોટ મહાનગરપાલીકામાં મિલ્કતોનું પ્રમાણ ૨૫ થી ૨૬ ટકા વધ્યું છે. તે પણ કોર્પોરેશનના ચોપડે તો આવકનો અંદાજ ૪ ટકા જ વધારવાનો લક્ષ્યાંક શા માટે? માલધારી વસાહત છેલ્લા સાત વર્ષથી બજેટમાં જોગવાઈ થાય છે તે કયાં અને કયારે બનશે તે જ નકકી થતું નથી સ્માર્ટ ડસ્ટબીન ૧૦૦૦ ખરીદવાના છે તેનો ખર્ચ ૩૦૦ લશખ થાય છે તો ૧ ડસ્ટબીનની કિમંત શી? વાહન વેરા રાજકોટના વાહન માલીકોએ આજીવન ટેક્ષમાં ૧૫૦ ટકાનો વધારો જે રાજકોટની પ્રજા માટે કમ્મરતોડ છે બાગ બગીચામાં પણ જાહેરાતો થાય છે.
જોગવાઈઓ થાય છે ગ્રીન રાજકોટની જાહેરાત વર્ષોથી થાય છે. જોગવાઈઓ થાય છે ગ્રીન રાજકોટની જાહેરાત વર્ષોથી થાય છે. પરંતુ બાગ બગીચા શાખાની માહિતી મુજબ રાજકોટના નગરસેવકો જેટલા ટ્રી ગાર્ડ આપે છે.તેનાથી પણ ઓછા ઝાડવાનું પ્રમાણ હોય છે તો આ ટ્રી ગાર્ડ કયાં જાય છે.રાજકોટની જનતાને ૨૪ કલાક પાણી આપવાની યોજનામાં વર્ષોથી અનેક વોર્ડમાં યોજનાઓ બતાવાય છે. ૨૦૧૭-૧૮ના બજેટમાં પાંચ વોર્ડમાં ૨૪ કલાક પાણી આપવાની યોજના ફકત કાગળ પર રહી અને આ વર્ષે હરખપદુડા અધિકારીઓએ છ વોર્ડમાં પૂન: ૨૪ કલાક પાણી આપવાની જાહેરાત થઈ છે. ફકત ૨૦ મીનીટ પૂરતું પાણી અપાતું નથી. મીટર પ્રથાથી પાણીનો વિરોધ છે ડહોળું ગંધાતુ પાણીથી અને ક્ષારવાળા પાણીથી મીટર બગડી જાય તો જવાબદાર કોણ? મીટર પ્રથા આખા ગુજરતામાં કયાંય છે નહિ.