ઉપલેટા – ધોરાજીના ધારાસભ્ય ખેડૂતોના પ્રશ્ને મેદાને
ધોરાજી, ઉપલેટાના ભાદર, મોજ, વેણુ કાંઠાના વિસ્તારોમાં નદીના ભારે પ્રવાહથી ખેતીમાં કરોડોનું નુકસાન
સતત ૧પ દિવસ વરસાદ વરસતા પાકને પારાવાર નુકસાની: વળતર ચુકવવા માંગણી ઉઠાવાઇ
ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં ઓણ શાલ સરેરાશ ૪૦ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં છેલ્લા ૧પ દિવસથી આ વિસ્તારોમાં સતત વરસાદ વરસવાને કારણે અતિવૃષ્ટિથી તેમા આ વિસ્તારનો ત્રણ મોટી નદી ભાદર, મોજ અને વેણુ નદીના કાંઠા વિસ્તારની જમીનો ભારે પાણીના પ્રવાહને કારણે ઘોવાઇ જતા ખેડુતોને કરોડો રૂપિયાની નુકશાની થવા પામી છે. ત્યારે આગામી સોમવાર સુધીમાં જો સરકાર દ્વારા સર્વનો આદેશ નહિ કરવામાં આવે તો તા.૩ ને ગુરુવારથી પ્રાંચ કચેરી ખાતે આમરણ ઉપવાસ પર ઉતરવાની ધારાસભ્ય લલીત વસોયાએ જાહેરાત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ અંગે ધોરાજી- ઉ૫લેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે ઓણ શાલ કુદરતની કૃપાથી મારા મત વિસ્તાર ધોરાજી-ઉપલેટાના ગામોમાં ૪૦ ઇંચ જેટલો વરસાદ પડતા ભાદર, મોજ, વેણુ ડેમોમાં ભારે પાણીની આવક થતા ત્રણેય ડેમોના પાટીયા સતત ખુલ્લા રાખવાથી સતત પાણીના ભારે પ્રવાહને કારણે ભાદર, મોજ અને વેણુ કાંઠાના ગામો નાગવદર, મેખાટોળી, ગણોદ, વરસંગ જાળીયા, ભાયાવદર, મોજીરા, ખાખીજાળીયા, ગઢાળા, સમઢીયાળા, કુઢેચ, ચિખલીયા, લાઠ ભિમોરા સહીત ગામોની જમીન ભારે પાણીના પ્રવાહને કારણે ઘોવાઇ થઇ ગઇ છે. ઘોવાણને કારણે ખેડુતોની જમીનમાં ઉભો પાક સંપૂર્ણ નાશ થવા પામ્યો છે.
ભાયાવદર પાસે રૂપાવતી નદીનું પાણી ફરી વળતા છેક ખાખી જાળીયા, ઉપલેટાની સીમમાં પણ ભારે નુકશાની થવા પામી છે. આ વિસ્તારમાં બે ફુટ જમીનનું ઘોવાણ થઇ જતા ખેડુતો હવે આ જમીનમાં કાંઇ કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. છેલ ૧પ દિવસથી સતત વરસદા ચાલુ રહેવાથી આ વિસ્તારમાં અતિવૃષ્ટિમાં ભય ઉભો થયો છે. ત્યારે મારો લેખીત તથા મૌખિક અનેક રજુઆતો કરવા છતાં સરકાર દ્વારા આજ ૧૦ દિવસ સુધીમાં એક પણ જગ્યાએ સર્વેનો આદેશ કરવામાં આવ્યો નથી ત્યારે સરકાર અને તેના મળતીયા અધિકારીઓ ખેડુતોની વાત સાંભળવાને બદલે એસી ચેમ્બરમાં બેસી વાતો ના તાયફાઓ કરી રહ્યા છે. જો સોમવાર સુધીમા મારા મત વિસ્તારમાં ઘોવાણ થયેલ જમીન તથા નુકશાની થયેલ પાકનો સર્વ કરવાનો આદેશ નહિ આપવામાં આવે તો આગામી તા.૩ ને ગુરુવાર સવારે ૧૧ વાગે ધોરાજી મુકામે પ્રાંત કચેરી ખાતે ખેડુતોના હિતને ઘ્યાનમાં રાખી આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.