વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણ ને ભારતમાં ફેલાતું અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછા સંક્રમણ સાથે માનવ મૃત્યુ ઓછું થવા પામ્યુ હતું. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં સતત ચોથી વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા વિસ્તાર પહેલા શહેરથી બહારનાં અને હાલમાં શહેરના ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે.
આ મંજૂરીના પગલે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં પાયો નાખનારા રાજકોટના ભક્તિનગર ઔદ્યોગિક વસાહતના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે.ઉપરાંત, શહેરની સૌપ્રથમ જી.આઇ.ડી.સી. આજી જી.આઇ.ડી.સી. ઉપરાંત વાવડી, કોઠારીયા સહિતના ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઉધોગોનો ફરીથી પ્રારંભ થયો છે. પરંતુ આ ઉદ્યોગોને પર પ્રાંતિય મજૂરોની વતન તરફની હિજરત, અપૂરતી ટ્રાન્સપોર્ટ સુવિધા સહિત અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની અબતકની ટીમ દ્વારા આ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
અટીકા આજી વસાહત ઔદ્યોગિક ઝોન વિશેષાંક
ઉદ્યોગો કાર્યરત થવાથી શૂન્યાવકાશ તરફ જતું અર્થતંત્ર ચૈતન્ય બનશે: ફ્લોટેક વાયર્સ એન્ડ કેબલ્સ
ફેલટેક વાયર્સ -કેબલ્સ મેનેજીંગ ડિરેકટર જગદીશભાઈ કોટડીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફાલ્કનની ભારતમાં કૂલ પાંચ કંપની છે કોવિડ ૧૯નાં કારણે દેશના નાના મોટા ઉદ્યોગકારોને કંઈકને કંઈક નાની મોટી મુશ્કેલીઓ આવી છે. પરંતુ હાલમાં સોશ્યલ ડિસ્ટન્સીંગથી માંડી તમામ પ્રકારનાં નિયમોનું હાલમાં પાલન કરવામાં આવી રહ્યું છે. ખાસ તો શ્રમજીવીઓ પોતાને વતન પરત ફરી રહ્યવા છે.ત્યારે ૫૦%ના મેનપાવર સાથે તેઓએ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી છે. વધુમાં ઉમેર્યું કે હાલમાં ઉદ્યોગો શરૂ કરવાનાં પરવાના અપાયા છે. આ બાબત સરાહનીય છે. કારણ કે, ખેતી ઉપરાંત જીવન જરૂરી વસ્તુનું ઉત્પાદન આવશ્યક છે. લોકડાઉનમાં ઉદ્યોગોને શરૂ કરવાનાં પરવાના મળ્યા છે.
તે આવકારદાયક પગલુ છે. હાલમાં ઉદ્યોગો શરૂ થવાથી શુન્યાવકાશમાં જતુ આપણુ અર્થતંત્ર ચૈતન્ય બનશે. ઉપરાંત ઉદ્યોગો વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે ઉદ્યોગો બંધ થયા બાદ સાયકલ તુટે છે. આ ઉપરાંત કાચા માલની પણ અમુક સમયે અછત સર્જાય છે. ખાસ તો હાલમાં ૫૦% ઈફેકટીબલ એરીયા જોવા મળે છે. સરકાર દ્વારા ઉદ્યોગો માટે રાહત પેકેજ બહાર પાડયા છે. તે આવકાર્ય છે. આવનાર સમયમાં લોકોની ઉદ્યોગોને લઈને વિચારધારા બદલાશે આ ઉપરાંત હજુ સરકાર દ્વારા શ્રમજીવી વર્ગને પોતાને વતન જતા અટકાવવા જોઈએ કારણ કે તેઓને તેમની કર્મભૂમીને છોડવી જોઈએ કોઈપણ ઉદ્યોગોનું અસ્તિત્વ ટકશે તો જ શ્રમીકોને રોજી મળશે તેથી ઉદ્યોગને ધમધમતો રાખવો અતિ આવશ્યક છે. સાથોસાથ ચીને વૈશ્ર્વિક બજારમાં વિશ્ર્વસનીયતા ગુમાવી છે.તેના કારણે ભારતે નવુ સ્થાન મળશે.
સરકારના રાહત પેકેજનો યોગ્ય અમલ થાય તો ઉદ્યોગોને ફાયદો: સુરેશભાઈ વેકરીયા
લીફટવેર હાઈડ્રોલીકસ પ્રા.લી.ન પાર્ટના સુરેશભાઈ વેકરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા અમારો ઉદ્યોગો સુવ્યવસ્થિત ચાલતો હતો. હાલમાં પચાસ ટકા ઉપરનો શ્રમિક વર્ગ પોતાના વતન ગયેલ છે. જેથી ઓર્ડર હોવા છતા સંપૂર્ણ પણે કામગીરી થઈ શકતી નથી.
તો શ્રમીકોનેફરીથી બોલાવામાં આવે તો સમસ્યાનું સમાધાન શકય બને ગુજરાતનો શ્રમિક વર્ગ અમુક પ્રકારનાં કામ કરી શકતા નથી તેથી પરપ્રાંતીય શ્રમિકોની ઉદ્યોગ વર્ગની તાતી જરૂરીયાત છે. સરકારે રૂા.૩ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. તેને યોગ્ય રીતે અમલી બનાવવામાં આવે તો નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બનાવવામાં આવે તો સરાહનીય છે. આ ઉપરાંત લાઈટબીલથી માંડી અનેક પ્રશ્ર્નો ઉદભવી રહ્યા છે.
રો-મટીરીયલ હોવા છતાં શ્રમિકોના અભાવે સંપૂર્ણ ઉત્પાદન અશકય: મનસુખભાઈ પાંભર
એફ-ટેક સબમર્શીબલ પંપના પાર્ટનર મનસુખભાઈ પાંભર એ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું કે લોકડાઉન પૂર્વે અમારા કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થિતિ ખૂબજ સારી હતી એકાએક લોકડાઉન આવ્યા બાદ તૈયાર માલ પડયો રહ્યો હતો. ત્યારબાદ શ્રમીકો પણ પોતાને વતન જતા રહ્યા રો-મટીરીયલ હોવા છતાં માણસોની અછતના કારણે ઉત્પાદન શકય બન્યું નહોતું ખાસ તો લોકડાઉનના કારણે તેમનું ડિસ્પેચ અટકી ગયું હાલમાં લોકડાઉન નથી ત્યારે કામ કરવા માટે શ્રમીકો નથી.
આ ઉપરાંત સરકારી રાહત પેકેજની તો આગામી દિવસોમાં ખ્યાલ આવશે કે તેનાથી જે તે ઉદ્યોગને કેટલી રાહત થશે સાથોસાથ અત્યાર સુધી શ્રમિકોને પગાર ભોજન આપવામાં આવ્યું છે. હવે શ્રમિકો પોતાના વતન ગયા છે. જેથક્ષ તેઓ પરત આવે ત્યારબાદ તમામ ઉત્પાદન પ્રક્રિયા કાર્યરત થશે. આગામી સમયમાં ભારત પાસે મોટી તક છે. જે સ્વદેશી અપનાવી પૂર્ણ કરી શકાય.
ઈન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ ચલાવવા મેનપાવર અત્યંત જરૂરી: રેનીશભાઈ અંદીપરા
અટીકા ઈન્ડસ્ટ્રીઝ સત્યમ એન્જીનિયરીંગનાં માલિક રેનીશભાઈ અંદીપરાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયને અમે આવકાર્યો છે. ધંધા-રોજગારીમાં જે થોડાક સમયનો બ્રેક પડયો તેની ભરપાઈ લાંબા સમય સુધી થઈ શકે તેમ નથી પરંતુ જો મેન પાવર અને સ્કીલ પાવર બન્ને સાથે મળીને ચલાવવામાં આવે. ઉત્પાદનમાં પણ સ્થિતિ સારી છે. રો-મટીરીયલ હાલ અમારી પાસે જેટલું છે તેનાથી કામ ચલાવી છીએ. પરીવહનનું રાબેતા મુજબ સંચાલન કરવામાં આવે તો પ્રોડકશનમાં તૈયાર માલનું રોટેશન થઈ શકે.
શ્રમિકો તેમના વતન પરત થઈ રહ્યા છે જે તેમાના વિચારોને અનુસરીને કરી રહ્યા છે પણ હાલ સમય ઈન્ડટ્રીઝમાં રહીને કામને વધારવાનો છે જેટલું પ્રોડકશન વધશે તે દરેક ક્ષેત્રને લાભદાયક બની શકે છે. પરીવહન અત્યંત જરૂરી પ્રોડકશનનું નિકાસ કરવા ટ્રાન્સપોર્ટને મંજુરી મળી જાય અને શકય તેટલી વધુ છુટછાટ મળી શકે તે જરૂરી છે. તંત્ર પાસેથી સમય મર્યાદાને વધારવાની અપીલ કરી છે જે દરેક ઈન્ડસ્ટ્રીઝને ખુબ લાભદાયક થઈ શકે છે.
ઈન્ડસ્ટ્રીઝની પાયાની જરૂરિયાત રોમટીરીયલ છે: વિપુલભાઈ કાનાણી
અટીકા ઈન્ડસ્ટ્રીઝ ગજાન્ન ગીયરસના માલિક વિપુલભાઈ કાનાણીએ અબતકની તપાસ મૂલાકાતમાં જણાવ્યું હતુકે, લોકડાઉન પહેલા ઈન્ડસ્ટ્રીઝની સ્થિતિ ખૂબ સારી હતી ત્યારબાદ હાલ લોકડાઉન ચોથા તબકકામાં છે જયારે સરકાર દ્વારા ધંધા ઉદ્યોગ ઈન્ડસ્ટ્રીઝને શરૂ કરવાની મંજૂરી મળી છે. તે નિર્ણયથી અમે ઉદ્યોગકારો ખૂશ છીએ.પરંતુ હાલ રો મટીરીયલની અછત ખૂબ વર્તી રહી છે. જો સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝને શરૂ કરવો હોયતો રો મટીરીયલ એ પાયાની જરૂરીયાત છે. જે સમગ્ર ઈન્ડસ્ટ્રીઝ ઝોનને જરૂરી છે. હાલ અમારા કારખાનામાં માત્ર ૨૫ % માણસોથી કામ ચલાવી રહ્યા છીએ. માણસોની જરૂર હાલ ખૂબજ વર્તીરહી છે.
લોકડાઉનમાં અમે દરેક માણસ જે અમારા કારખાનામાં છે તેમને પગાર ચૂકવાયા છે. રાશન કીટની પણ વ્યવસ્થાઓ કરી આપી છે. પરીવહન પણ સંપૂર્ણ પણે શરૂ થઈ શકે એ પણ મહત્વની જરૂરીયાત છે. લોકોપ્રોડકશન કરી તેને રોટેશન કરવા ટ્રાન્સપોર્ટ જરૂરી છે. તંત્ર પાસેથી ખૂબ સારો સહયોગ મળ્યો છે. અને અમારી દરેક મુશ્કેલી તે નિવારણ કરવા તે હર હંમેશ આગળ રહે છે. જે બીજા પ્રશ્ર્નો છે જેવા કે બેંક વ્યાજ હપ્તાએ તે લય મારી બેંકને અપીલ છે. શકય તેટલી રાહત અમને કરી આપે તો અમે હજુ આવનારા સમયમા ઉભા રહી શકશું.
અનેક સમસ્યાએને કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે: ઈશ્વરભાઈ પટેલ
જયંત બેરીંગ પ્રોડકટનં ઈશ્વરલાલ મોહનભાઈ પટેલ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યુંં હતુ કે લોકડાઉન પહેલા અમારો ઉદ્યોગ રાબેતા મુજબ ચાલતો હતો એકાએક લોકડાઉન આવતા ઉદ્યોગો થંભી જવા પામ્યા છે. ખાસ તો ઉદ્યોગો બંધ રહેવાથી અમુક માલ ખરાબ પણ થઈ ગયો હતો. આ લોકડાઉનમાં અતિ હાલાકી ભોગવવી પડી હતી આ ઉપરાંત અમુક કરીગરો પણ દુ:ખી થયેલા છે.ત્યારે હવે આગામી દિવસોમાં ઉદ્યોગોનું નવું જીવન શરૂ થશે.
જેમાં ટકી રહેવું સરળ નહિ રહે. આ ઉપરાંત પરપ્રાંતીય શ્રમિકોની એક જીદ છે. તેમના વતન જવા માટેની તે પણ હાલ સળગતો પ્રશ્ર્ન છે. જો હરીફાઈમાં ટકવું હોય તો પૂરતા શ્રમીકો અતિ આવશ્યક છે. ખાસ તો હાલમાં કાચો માલ આવતા પણ દશ પંદર દિવસ લાગે છે. જેથી ઉત્પાદન પ્રક્રિયા પણ ધીમી બની છે.
બહારગામના કર્મચારીઓને શકય તેટલી પરિવહન માટેની મંજૂરી જરૂરી: અમીતભાઈ બારસીયા
આજી વસાહત ઈન્ડસ્ટ્રીઝ શ્રી ઈન્ડસ્ટ્રીઝના માલીક અમીતભાઈ બારસીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે, સરકાર દ્વારા જે મંજૂરી પ્રાપ્ત થઈ છે. ઉદ્યોગોને તે ખૂબ સારી છે. હાલ દરેક ઈન્ડસ્ટ્રીઝ ફરી ધમધમવા કાર્યરત થઈ ચૂકી છે. જે લોકોને બહારગામથી ઈન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરવા આવું છે તેમને પાસની સુવિધા અને પરીવહનની છૂટછાટ મળવી અત્યંત જરૂરી છે. રો મટીરીયલની હાલ સ્થિતિની વાત કરૂ તો જેટલું શકય બને તો ટ્રાન્સપોર્ટેશન શરૂ કરાવો તેનો માગ પૂરી કરી શકાય છે.
તંત્રએ ખૂબ સારો સહયોગ આપ્યો છે. અને બેંક પાસેથી પણ સહયોગ મળી રહે તેની અમને આશા છે. આવનારા દિવસોમાં ભારત ઔદ્યોગીક ક્ષેત્રે નવા શીખર સર કરે તેવું મારે માનવું છે.
ઈન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ કાર્યરત કરવા મેન પાવર અને રોકડ વ્યવહાર અત્યંત જરૂરી: ગોરધનભાઈ પીપળીયા
આજી વસાહત ઈન્ડસ્ટ્રીઝ દેવી ઈન્ડસ્ટ્રીઝના માલીક ગોરધનભાઈ પીપળીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે રાજકોટ ખાતે આજી વસાહત ઈન્ડસ્ટ્રીઝ મહત્વનો પાયો ગણાય છે. સરકારના નિર્ણયને અમે આવકાર્યો છે. સાથે દરેક સાવચેતી અને સલામતીની તકેદારી રાખીને ઈન્ડસ્ટ્રીઝને ચલાવામાં આવે છે. સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝને મેન પાવર અને ફાઈનાન્સની ખૂબ જરૂર છે.
હાલ અમારા દરેક કર્મચારી અને શ્રમીકને અમે દરેક ગાઈડલાઈન અનુસરીને કામ કરાવામાં આવે છે. બેંક પાસેથી પણ રાહત પેકેજની અત્યંત જરૂરી છે. શ્રમીકોને ઈન્ડસ્ટ્રીઝમા રહીને પોતાના કામે વળગી રહેવું જોઈએ પરીવહનને લય હાલ મંજૂરી મળી રહે અને શકય તેટલી છૂટછાટ મળે તે પણ ઈન્ડસ્ટ્રીઝ માટે મહત્વની વાત છે.
ઈન્ડસ્ટ્રીઝને આગળ લઈ જવા રોકડ વ્યવહાર અત્યંત જરૂરી: મનીષભાઈ કવા
અટીકા ઈન્ડસ્ટ્રીઝ પ્રોફાઈટ કટરના માલીક મનીષભાઈ કવા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે સરકાર દ્વારા જે નિર્ણય લેવામા આવ્યો છે તે સરાહનીય અને ઉદ્યોગકારો માટે રાહતનો શ્ર્વાસ લઈ શકે તેવા છે. જો સંપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝને આગળ લઈ જવા દરેક નાના મોટી ઈન્ડસ્ટ્રીઝના માલીકોએ રોકડ વ્યવહાર કરવો જરૂરી. જો માર્કેટમાં નાણાની તરલતામાં અત્યંત જરૂરી છે. જે સાંકળથી ઈન્ડસ્ટ્રીઝ પાસે છે. તે નિયમીત થતા હજુ થોડીક વાર લાગશે પણ આવનારો સમય એ ભારત માટે ઔદ્યોગીક ક્ષેત્રે મહાસતા બને એવું મારૂ માનવું છે.
ટ્રાન્સપોર્ટેશન હાલ પાયાની જરૂરીયાત છે. દરેક જથ્થામાં કાચા માલથી લય પ્રોડકશન માટે અવર જવરની છૂટછાટ મળી રહે તે ખૂબ મહત્વની જરૂરીયાત છે. કર્મચારીઓ તો અછત વર્તી રહી છે. હાલ કારખાનામાં દરેક વિભાગમાં શ્રમીક અને કર્મચારીઓની ખૂબજ જરૂર છે. જો તે વતન પરત જવા કરતા ફરી ઈન્ડસ્ટ્રીઝમાં કામે વળગી રહે એ દરેક વ્યકિત અને ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ મહત્વની વાત છે. તંત્ર પાસેથી ખૂબ સારો સહયોગ મળ્યો છે. અને અમારા દરેક પ્રશ્ર્નોનો શકય તેટલો ઉકેલ લાવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. બેંક પાસેથી પણ એવી આશા છે. જો વ્યાજમાં કાપ અને એકસટેશન ના સમયાતે વધારો કરી કે તે ખૂબ જરૂરી છે.
પરપ્રાંતીય મજૂરો ઈન્ડસ્ટ્રીઝમાં રહીને કામે વળગે તે અત્યંત જરૂરી: જયભાઈ દોમડિયા
આજી વસાહત ઈન્ડસ્ટ્રીઝ જીનીવા સ્ટીલના માલીક જય ડોમડીયાએ અબતકની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે હાર્ડવેર ઈન્ડસ્ટ્રીઝ ખાતે પ્રોડકશનનુ કામ શરૂ થઈ ચૂકયું છે. માત્ર પરીવહનની હાલ ખૂબ જરૂર છે. ત્યારે પરપ્રાંતીય મજૂરોને વતન પરત થયા કરતા ઈન્ડસ્ટ્રીઝમા રહીને કામે સળગે તેવી અત્યંત જરૂરીયાત છે. બફમાં કામમાં વધારે પરપ્રાંતીય મજૂરો કામ કરતા હોય છે. ત્યારે હાલ સમસ્યા એવી ઉભી થાય છે કે પરપ્રાંતીય મજૂરોને જે ઈન્ડસ્ટ્રીઝમાં હોય ત્યાં રહીને વધુ ઉત્પાદન કરવામાં આવે તે પણ જરૂરી છે.
કોરોના સામેની સાવચેતીઓને ધ્યાનમા રાખીને અમે કારખાનામાં સેનીટાઈઝરનો છંટકાવ તેમજ દરેકે વ્યકિતને માસ્ક અને હાથના મોજા પહેરીને કામ કરવાનું રહેશે. હાલ જે પરિસ્થિતિ વીશરી છે. તેને જોતા લાગે છે કે આવનારા સમયમાં હજુ વધારે મહેનત કરીને ભારત ઔદ્યોગીક ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરી શકે છે. તંત્રએ ખૂબ સારો સહયોગ કર્યો છે. અમારા દરેક પ્રશ્ર્ન ને આવરી લીધા છે અને તેનું નિરાકરણ પણ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. બેંકની વાત કરૂ તો હાલ જેટલી રાહત તંત્ર પાસેથી મળી છે. તેવી જ બેંક પાસેથી પણ આશા છે. અમને રાહત પેકેજની સરકારના નવા નિર્ણયથી નાના અને લઘુ ઉદ્યોગોને ભવિષ્યમાં ખૂબ મોટો લાભ થઈ શકે છે.