અબતક, નવીદિલ્હી

દેશને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા માટે બજારમાં રૂપિયો ફરતો રહે તે અત્યંત આવશ્યક છે ત્યારે એ સ્થિતિ પણ સામે આવી છે કે જો દરેક ક્ષેત્રના વહાણો સરખી રીતે હાલ સે તો મજા સંપૂર્ણ ટનાટન રહેશે બીજી તરફ એ આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી નાણાકીય વર્ષ 2022 માં ભારત દેશનો વિકાસ દર 10 ટકા સુધી પહોંચી શકે છે જેનું મુખ્ય કારણ વધતી રોજગારીની તકો સાથે જે શિક્ષણ માં વધારો થઈ રહ્યો છે તે મુખ્ય પરિબળ પણ માનવામાં આવે છે. એટલું જ નહીં જીએસટી માંથી મળતી આવક, ઊર્જા ઉત્પાદન, વાહનોની નોંધણી, રેલવે જકાત, કોર્પોરેટ પ્રોફિટ એબિલિટી, વિદેશી હૂંડિયામણ તથા સ્ટીલ ક્ધઝ્મસન વધવાના પગલે આવનારા સમયમાં દેશની આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ જોવા મળશે પરિણામે દેશનો દર 10 ટકા સુધી સરળતાથી પહોંચી શકશે.

બીજી તરફ કોરોના બાદ જે રીતે સ્થિતિમાં સુધારો આવ્યો છે અને બજારમાં રૂપિયો ફરતો થયો છે તેને ધ્યાને લઈને પણ આવનારા સમયમાં દેશના વૃદ્ધિ દરમાં વધારો જોવા મળશે. હાલ ભારત દેશનું સૌથી મોટું લક્ષ્ય એ છે કે વધુ ને વધુ લોકો શિક્ષિત બને અને જે ગરીબી લોકોની કેવી રીતે દૂર થાય તેને પણ ધ્યાને લેવામાં આવી રહ્યું છે આ તમામ સ્થિતિને જોતાં આવનારા સમયમાં દેશની આર્થિક સ્થિતિમાં અનેક અંશે સુધારો આવશે અને ખરા અર્થમાં બજાર ટનાટન જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.