એસબીઆઈના ગ્રાહકોને જૂના એટીએમના બદલામાં નવા ચીપવાળા કાર્ડ રીપ્લેસ કરવાની જાહેરાત
જો તમે એસબીઆઈની ઈન્ટરનેટ બેન્કિંગ સર્વિસના એકસેસ જાળવી રાખવા માંગતા હોય તો ૩૦મી નવેમ્બર પહેલા તમારા મોબાઈલ નંબરને લીંક કરાવવા જરૂરી છે. જેને તમે સ્થાનીય બ્રાન્ચમાં જઈને લીંક કરાવી શકો છો. એસબીઆઈએ આ અંગે પોતાની વેબસાઈટ ઉપર પણ માહિતી જાહેર કરી છે. આ નોટિસમાં બેન્કે કહ્યું કે, જે ગ્રાહકોના મોબાઈલ નંબર તેના બેન્ક અકાઉન્ટ સાથે લીંક નહીં હોય અથવા રજિસ્ટર કરાવવામાં આવ્યા નથી તેની બેન્કિંગ ઈન્ટરનેટ સર્વિસ રદ્દ કરી દેવામાં આવશે.
મોબાઈલ લીંક ન કરાવનાર લોકો ૧લી ડિસેમ્બરથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈન્ટરનેટ સુવિધાના લાભથી વંચિત રહી શકે છે. જો કે, તેને લીધે બેન્કના ખાતાને તેમજ બેન્કના સંચાલનમાં કોઈપણ અસર થશે નહીં. માત્ર ઈન્ટરનેટ બેન્કિંગના એકસેસ જ બંધ કરી દેવામાં આવશે. સ્ટેટ બેન્કના ગ્રાહકોને જૂના એટીએમ કાર્ડની નવી ચિપવાળા કાર્ડ સાથે રીપ્લેશ કરવાનું કહેવામાં આવ્યું છે.
બેન્કનું કહેવું છે કે, જૂના એટીએમ કાર્ડને બેન્કમાં જમા કરાવી તેને બદલે નવી ચીપવાળા કાર્ડના ઉપયોગ માટે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં. જૂના કાર્ડને કારણે લોકોના એટીએમ કાર્ડ જોખમમાં હતા ત્યારે આ ચીપ સાથે બેન્કે એટીએમ કાર્ડની સુરક્ષા બમણી કરી છે.