- સિસ્ટમ ફેલ્યોર નહિ, તંત્રની જ ઘોર નિષ્ફ્ળતા
- જે રીતે તંત્ર એ કામ કરવું જોઈએ તે કરી શક્યું નથી અને પરિણામે લોકોએ આવી ઘટનાનો ભોગ બનવું પડે છે: શક્તિસિંહ ગોહિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજકોટની જે દુ:ખદ ઘટના બની તે કરુણ ઘટના અંગે રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. રાજકોટ ઘટનાને શું સિસ્ટમ ફેલિયર ગણવી કે તંત્રની નિષ્ફળતા ત્યારે તેઓએ જણાવ્યું કે આ ઘટનાને ફેલિયર ન કહી શકાય કારણ કે આવી એક નહીં ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી છે અને તેમાં તંત્રની જ નિષ્ફળતા જોવા મળી છે. કારણકે જે રીતે તંત્ર એ કામ કરવું જોઈએ તે કરી શક્યું નથી અને પરિણામે લોકોએ આ ઘટનાનો ભોગ બનવું પડ્યું છે. તેઓએ અધિકારીઓને અશ્વ ગણાવી જણાવ્યું હતું કે અશ્વને ચલાવનાર અશ્વાર જ નિષ્ફળ હોય તો અશ્વ પછી નિષ્ફળ જ સાબિત થાય.ઘોડાને પલાણવાળી સરકાર જ જાણે પાણીમાં બેસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અતિ દુ:ખદ અને કરુણ ઘટના રાજકોટમાં બની છે ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે સાચો આંકડો બહાર આવશે કે કેમ ? હાલતો 30 વ્યક્તિએ જાન ગુમાવ્યા છે રાજકોટ ખાતે પથ્થર દિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની આ ઘટનામાં બાળકોના ટુકડે ટુકડા અને માનવ અવશેષો પ્રાપ્ત થાય એ પ્રકારની આ ઘટના બની છે. માણસના જીવની કોઈ કિંમત નથી સંપત્તિ પણ માણસને જીવ પરત નથી આપી શકતા કોઈપણ એસઆઇટી કે સરકારના શબ્દો પણ તેને જીવ આપી શકવાના નથી. બંધારણ પ્રમાણે સરકારની જાણ માલ અને મિલકતની સુરક્ષા ની જવાબદારી છે એકાદ કોઈ ઘટના બને તો સરકારે બોધ પાઠ લેવો જોઈએ પરંતુ આ સરકાર સુરતની તક્ષશિલામાં બાળકો સુરતમાં જે પરિવારે પોતાના પરીવારો ચોધાર આંસુએ રડી પડે એ પ્રકારની તક્ષશિલા ની ઘટનામાં આજે પણ ન્યાય હજુ સુધી પરિવારોને મળેલ નથી મોરબી નો પુલ તૂટ્યો મોટા માથાઓ કે સરકાર જવાબદારોનો સ્વીકાર કરતી નથી વડોદરામાં હરણી લેકમાં નાના ભૂલકાઓમાં નાના બાળકો મૃત્યુ થાય બ્રિજનું ઉદઘાટન પહેલા બ્રિજ તૂટી પડે બ્રિજ જે બનાવતી હતી તે બ્લેક લિસ્ટ થયેલી કંપની ને ભાજપ નાણા આપે બ્લેકલિસ્ટ માંથી તે કંપની નીકળી ગઈ. રાજકોટમાં નાનું એવું બાંધકામ પણ મંજૂરી વગર ચાલે તો તે સમજી શકાય પરંતુ આ પ્રકારે ચડે ચોક ચાર ચાર વર્ષથી બાંધકામ અને ગેરકાયદેસર ગેમ ઝોન ચાલે છતાં તંત્ર બેદરકાર રહે તે કેટલે અંશે વ્યાજબી છે અને આ ગેમ ઝોન ફાયર સેફટી ના તમામ નિયમોને છડે ચોક ઉલંઘન થયું છે. અત્યંત દુ:ખ સાથે જણાવવાનું કે જે વ્યંજનમાં આ બનાવ બનેલ છે તેમાં નાના અધિકારીઓ ઉપર પગલા લીધા જ્યારે મેયર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓ ના ફોટા સોશિયલ મીડિયામાં જતા હોય ત્યાં નાના અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે માં મોટા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ જવાબદારી બનતી હોય તેઓની સામે પણ એફઆઇઆર કરવી ઘટે. વર્ષ 2022 માં મેં શ્રી ત્યાં જાય છે તત્કાલીન સમયના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી કિશોરભાઈ રાઠોડ તથા ભાજપની સમગ્ર ટીમ આ જગ્યાએ જાય છે કલેકટર શ્રી મ્યુનિસિપલ કમિશનર પોલીસ અધિકારીઓ જે ટ્રેકમાં ફોટો પડાવ્યો છે તે બાજુનું બિલ્ડીંગ સળગ્યું છે સરકાર પાંચ અધિકારીને સસ્પેન્ડ કરે આવા અધિકારીઓને છાવરે છે. જે અધિકારીઓ કટ કટાવતા હોય છે તેઓને ફિલ્ડમાં રાખે છે આ સરકાર અને જે કડક અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ સતીશ વર્મા રાહુલ શર્મા રજનીશ રાય જેવા પોલીસ અધિકારીઓની કારકિર્દી ખતમ ભારતીય જનતા પાર્ટી એ કરી છે અધિકારીઓ ઉપર ધાક ધમકી ઉભી કરે છે અધિકારીઓને પગાર કોંગ્રેસ ભાજપમાંથી આવવાનો નથી એ જનસેવક છે તે ભાજપના સેવક નથી હું ફરી માંગ કરીશ ઉચ્ચ અધિકારીઓના નામ દાખલ કરે મુખ્યમંત્રીની પાછળ કોઈ બેક સીટ થી ડ્રાઇવિંગ કરે છે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પરિવારોને વધુ આર્થિક અને મોટી મદદ કરવી જોઈએ કારણ કે મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો રૂપિયા માફ કરી શકતી હોઈ સરકાર તો આ ઘટના એ સરકારની જવાબદારી બને છે. આવતીકાલે દરેક જિલ્લા મથક પર બિન રાજકીય રીતે કાર્યક્રમ કોંગ્રેસના તમામ આગેવાનો કરશે અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો જોડાઈ એ પ્રકારનું એક કોઈપણ વિસ્તારમાં કાર્યક્રમ જિલ્લા મથકે કરાશે. લોકશાહીમાં મીડિયા એક પિયર છે ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ રહી છે ત્યારે જવાબદારી રાજ્યના ગૃહ મંત્રી ગણાય હાઈકોર્ટે સરકારને વારંવાર ફટકા લગાવ્યા પછી પણ સરકારમાં કોઈ સુધારો થયો નથી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે ગોઝારો બનાવ બનવા પામેલ છે તે 30 પરિવારો બાળકો સાથે જીવ ગુમાવે તે તમામને દુ:ખ સહન કરવાની શક્તિ આપે રાજકોટમાં અગ્નિ કાનમાં 30 વ્યક્તિઓના જીવ ગયા કમલમમાં પહોંચતા હપ્તાના કારણે જીવ ગયા છે સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જીવ ગયા છે મોરબી તક્ષશિલા વડોદરા અને હવે રાજકોટની જે ઘટના ઘટી છે તેમાં મુખ્ય વ્યક્તિઓને થોડી સહાય કરી એસઆઇટીની રચના કરી આ બનાવ ભૂલી જવામાં આવશે આ સરકાર આ પ્રકારના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલ હોય પુરવઠા અધિકારીની પણ જવાબદારી બને છે ટીપી અને તમામ રોજીંદી કલેક્ટર કચેરી કમિશનર તમામ બાબતોને રેગ્યુલર તપાસ થવી જોઈએ જે થઈ નથી ગેરકાયદેસર ચાલતું હોવા છતાં કોઈ અટકાવનાર નથી બે દિવસ પહેલા પણ આગનો બનાવ બનેલ હતો પરંતુ તંત્ર ન જાગતા આ પ્રકારની ઘટના બની છે કમિશન ઉપર સુધી પહોંચાડવામાં આવે છે. વજુભાઈ એ કહ્યું કે વહેવારથી જ આ બધું ચાલે છે વહેવાર એટલે નાણાં કહેવાય. ત્રણ ચાર માછલા પકડી મગરમચ્છો ને છોડી પડદો પાડવાનો પ્રયાસ થયો છે તમામ અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવે સરકાર હાલ ફરિયાદી બની છે પરંતુ જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે તેવા લોકોને પણ ફરિયાદ કરવાની તક મળે જે પગલે કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરોપીઓ ને સજા પડી શકે એસઆઇટી મેયર અને કમિશનર સામે ગુનો દાખલ કરે આ દુખદ બનાવને મૃત્યુ પામનારને શોકાંજલિ પાઠવીએ છીએ. પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ, લલીતભાઈ વસોયા, લલીતભાઈ કગથરા ગુજરાતના એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તંત્રરૂપી ઘોડાને પલોટવાવાળી સરકાર જ પાણીમાં બેસી ગઈ
શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે આ અંગે કોઈ રાજકારણ કરવા માંગતા નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે અધિકારીઓ પૂર્ણત: બેદરકાર છે અને જે સહુલતો પૂરી પાડવામાં આવી જોઈએ તે આપવામાં આવતી નથી. જ્યારે વડાપ્રધાન ઉપરથી એક રૂપિયો મોકલતા હોય અને નીચે જો એક રૂપિયો જ પહોંચતો હોય તો ક્યાંક ને ક્યાંક યોગ્ય મેનેજમેન્ટ થતું ન હોય તેવી સ્થિતિ ઊભી થાય છે અને તે વાસ્તવિકતા છે કારણ કે લોકોએ ઘણી તકલીફો વેઠવી પડે છે.
કાયમ દોષારોપણ પર જ નિષ્ફળતાઓને ઢાંકપિછોડો થતાં રહ્યા છે? આમાંથી ક્યારે બહાર નિકળાશે?
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને આ પ્રશ્નના જવાબમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ એક વખત નહીં અનેક વખત દોષારોપણ ઉપર ઢાંક પીછાડો કરવામાં આવ્યો છે ત્યારે રાજકોટ ખાતે જે અગ્નિકાંડ થયો તેમાં સરકારે જે લોકોને સસ્પેન્ડ કર્યા છે તેનો શું વાંક તેના બદલે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તો જ તેમની કામગીરી સાબિત થશે પરંતુ ગુજરાતમાં એ વાત સાચી છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે અને તેમાં દોષ જેના ઉપર લાગ્યો હોય તેના ઉપર હર હંમેશ ઢાંક પીછોળો જ કરવામાં આવ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હવે ટોચના અધિકારીઓ એડમિનિસ્ટ્રેટર નહીં પરંતુ ઇવેન્ટ મેનેજર બની ગયા છે કારણ કે ઉપરથી જે કહેવામાં આવે તેનું જ અનુસરણ કરવામાં આવતું હોય છે નહીં કે તેઓ સત્ય હકીકત જોઈને તેમની કામગીરી કરે છે.