- નાના માણસોની મોટી બેન્ક
- શું બિલ્ડર પોતે જ મિલ્કત ખરીદનારને બાના કે સુથી માટે પૈસા આપે? અને ફરીથી પોતાના પૈસાની એન્ટ્રી ગ્રાહક પાસેથી પરત મેળવી પોતાના પૈસે ગ્રાહકને સાટાખત કરી આપે એવું બને ? સણસણતા આક્ષેપો
- જો બે-બે વાર ઓડિટ અને રિઝર્વ બેંકની ક્લીનચિટ હોવા છતાં કાલબાદેવી અને જૂનાગઢ લોન કેસના ગોટાળાનું શુ ?
- સૌરાષ્ટ્ર-ગુજરાતના સહકારી ક્ષેત્રે નામના ધરાવતી રાજકોટ નાગરીક સહકારી બેંકને નાગરીક બેંક બચાવો સંઘે પડકાર ફેંક્યો છે કે રિઝર્વ બેંકે ક્લીનચિટ આપી છે તો પ્રજા સમક્ષ રિપોર્ટ મુકવામાં આવે.
નાગરિક બેન્ક બચાઓ સંઘ દ્વારા જણાવાયુ છે કે જૂનાગઢ અને મુંબઈની કાલબાદેવી બ્રાન્ચમાં મિલ્કતની કિંમતની ત્રણ ગણી આકરણી કરીને લોન આપવાના કૌભાંડ અંગે લડત શરૂ કરવામાં આવતા બેન્કનું વર્તમાન મેનેજમેન્ટ સફાળુ ચોકી ઉઠયું હતું.
આના અનેક પ્રમાણો, દસ્તાવેજી પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. જીમ્મીભાઈ દક્ષીણીએ પોતાના ખુલાસામાં કહ્યું કે, “બેંકમાં કોઈપણ જાતની ગેરરીતી થઈ નથી. રિઝર્વ બેંક બે વખત રાજકોટ નાગરીક બેન્કનું ઓડિટ કરી ચૂકી છે. એક વખત સર્વાગી અને એક વખત કાલબાદેવી શાખા તેમજ જૂનાગઢના લોન કેસ સામે આક્ષેપો અંગે તપાસ થઈ ચૂકી છે. રિઝર્વ બેંકે બન્ને ઓડિટ કર્યા પછી રાજકોટ નાગરીક સહકારી બેંકને કિલીન ચીટ આપી છે. રિઝર્વ બેન્ક દ્વારા કિલનચીટ મળી જ હોય તો બેંકના ગ્રાહકો-સભાસદો માટે આ રિપોર્ટ જાહેર કેમ નથી કરતા?
સભાસદ – ડિપોઝિટર્સની માહિતી માટે કલીનચીટ રિપોર્ટ પ્રકાશિત કરી જ શકાય તેમ છતાં કહેવાતી ગુપ્તતાના નામે છટકબારી જોઇતી ન હોય તો કાલબાદેવી અને જૂનાગઢ શાખાના લોન પ્રકરણમાં રિઝર્વ બેંક તરફથી નાગરિક બેંકને કિલન ચીટ મળેલ છે. બેંકના લેટરપેડ ઉપર, કાર્યકારી ચેરમેનની સહી સિક્કા સાથે સ્પષ્ટ ઠરાવ પ્રકાશિત કરો
શું બિલ્ડર પોતે જ મિલ્કત ખરીદનારને બાના કે સુથી માટે પૈસા આપે? અને ફરીથી પોતાના પૈસાની એન્ટ્રી ગ્રાહક પાસેથી પરત મેળવી પોતાના પૈસે ગ્રાહકને સાટાખત કરી આપે એવું બને ? આવી રીતે સાંઠ-ગાંઠથી થયેલ સાટાખત ઉપર બેન્ક લોન પાસ કરે તેવું કૌભાંડ સિવાય ક્યાંય શકય છે ? રાજકોટ નાગરીક સહકારી બેન્કના મેનેજમેન્ટ સામે બેન્કના જૂના કર્મચારી અને હોદ્દેદારોનો આક્રોશ સામાન્ય તો નથી જ આવનારા સમયમાં પણ નાગરીક બેન્ક બચાવો સંઘ એકાદ બે નહીં અનેક કૌભાંડોના પુરાવા સાથે પર્દાફાશ કરશે એવી સ્પષ્ટ ચિમકી ઉચ્ચારે છે.
નાગરિક બેંક બચાવો સંઘના ચંદુભા પરમાર, મનીષભાઈ ભટ્ટ, શરદભાઈ વોરા, વિબોધભાઈ દોશી, બાલુભાઈ શેઠ, માવજીભાઈ ડોડીયા અને યોગીભાઈ ખેંગાર સહિતનાઓને બેંક તરફ થી બદનક્ષી બાબતેની નોટિસ પાઠવવામાં આવી હતી. જે નોટિસનો સણસણતો જવાબ નાગરિક બેંક બચાવો સંઘના અગ્રણીઓ દ્વારા લેખિતમાં નાગરિક બેંકના સીઈઓ વિનોદકુમાર શર્માને પાઠવી દેવામાં આવેલ છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, સંઘ પાસે બંને બ્રાન્ચમાં ગેરરીતી લોન આપવા સમયે આચરવામાં આવી હોવાના પૂરતા પુરાવા છે. બેંક કહેશે ત્યારે અમે તે પુરાવાઓ બેંક સમક્ષ રજૂ કરવા પણ તૈયાર છીએ. તો સાથે જ આગામી સમયમાં નક્કર પુરાવા પણ જાહેર કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.