મધ્ય ગુજરાત વિધુત કંપનીના ઈજનેર, ટેકનીકલ અને નોન ટેકનીકલ કર્મચારી, અધિકારીઓના પ્રશ્ર્નો નહીં ઉકેલાય તો આંદોલન છેડવાની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ચીમકી આપી છે.
વડોદરા જીબીયા એસો.ના જનરલ સેક્રેટરી એન.યુ.નાયક તથા વડોદરા એજીવીકેએસનાં સેક્રેટરી જનરલ ગીરીશ જોશીએ એમજીવીસીએલના એમ.ડીને આવેદન પત્ર પાઠવી લાંબા સમયથી પડતર પ્રશ્ર્નોનો સત્વરે ઉકેલ લાવવા માંગણી કરી છે.
અધિકારીઓ કર્મચારીઓનાં વિવિધ પ્રશ્ર્નો જેવા કે શિલીંગના કેસો ૯૦ દિવસના સમય મર્યાદામા નિકાલ કરવા સલામતીના સાધનો આપવા જૂનીયર આસીસ્ટન્ટ ભરતી કરવા ભરતીનું અગાઉ રદ કરાયેલ લીસ્ટ કંપનીનાં હિતમાં લંબાવી તત્કાલ ભરતી કરવા માંગ થઈ છે.
આ ઉપરાંત કોરોના સમયમાં પણ ઓછા સ્ટાફે કચેરીની કામગીરી વ્યવસ્થિત ચાલતી રહે તે માટે યોગ્ય પગલા લેવા માંગણી કરવામાં આવી છે.
આ આવેદનમાં જણાવાયું છે કે અમારા પ્રશ્ર્નો નહીં ઉકેલાયતો તા.૧ જુલાઈના રોજ માસ સીએલનો કાર્યક્રમ આપવામા આવ્યો છે. ૧ જુલાઈએ આગળના આંદોલનના નિર્ણય લેવાશે તેમ પણ આ આવેદનમાં જણાવાયું છે. જીઈબી સુપરવાઈઝર સ્ટાફ એસોસીએશને પણ ટેકો આપ્યો છે.