“મા કાર્ડની જોગવાઈમાં પાંચ લાખ સુધીની સારવાર કાર્ડધારકોને આપવાની આવે છે. તો પછી કોવીડના દર્દીઓને પચાસ હજારની જ સારવાર કેમ ? તેવો સવાલ રાજ્ય સરકારને પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરીયા કર્યો છે.
તેઓએ ઉમેર્યું હતું કે,રાજ્ય સરકારે ત્રણ દિવસ અગાઉ જાહેરાત કરી છે કે કોરોનાના જે દર્દીઓ “મા કાર્ડ”ધરાવે છે તેઓને ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળશે. પરંતુ આજ દિન સુધી ખનગી હોસ્પિટલો આવી સારવારનો સાફ ઈન્કાર કરતી રહી. બહાનું હતુ કે સરકારનો લેખીતમાં કોઈ પરિપત્ર મળ્યો નથી. આ બાબતે આજે સરકારે કોથળા માંથી બીલાડુ કાઢે તેમ ફરી જાહેરાત કરી કે મા કાર્ડ ધરાવતા દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં દરરોજના પાંચ હજાર રૂપિયા લેખે 10 દિવસની જ સારવારના 50 હજાર રૂપિયા મળશે.
જે નિર્ણય મા કાર્ડ ધારક દર્દીઓને હળાહળ અન્યાય કર્તા છે. મા કાર્ડમાં 5 લાખ સુધીની જોગવાઈ છે તો 50 હજાર ની જ મર્યાદા કેમ? સરકારે 5 લાખ સુધીની સારવાર મફત કરવી જ જોઇએ એવી અમારી માંગણી છે. એક તો સરકારે મા કાર્ડ ધારકો માટે મોડે મોડે જાહેરાત કરી અને એ પણ માત્ર મશ્કરી રુપ જ. બિલકુલ વ્યાજબી નથી. સરકાર માત્ર સસ્તિ પ્રસિદ્ધ માટે જ આવી જાહેરાતો કરે છે જે દેખાઇ આવે છે.